________________
૨૮૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
તીરથ મારગ વર્તમાન યાત્રિક ભણું હે લાલ યા. પીડે ગોત્ર સહિત તે પીડ લહે ઘણું હે લાલ. તે. સાઠિ સહસ સહુ ભીલ મરી નરકે ગયા હે લાલ; મ. ચિચે ખડે છનહર્ષ ઢાલ નવમી થઈ હો લાલ. ન. ૧૬
સર્વ ગાથા, ૨૪૮.
દુહા. મછ થયા તિહાંથી મરી, સહુ તે સમુદ્ર મોજાર. જાલે બાંધ્યાં ધીવરે, ભેલા સાઠે હજાર. ૧ થયા ચૂડેલ સહ મરી, બહુ ભવ પામ્યા સંસાર; ભીલ થયા વલી કિણિ ભવે, કરે પાપદ્ધિ અપાર. ૨ ભીલ ભમતાં અન્ય દિન, દીઠે મુન વનમાંહિ, શાંતિ પ્રકૃતિ પાએ નમ્યા, આણું મન ઉછાહિ. ૩ મુનિવર તે આગલિ કહયે, ધર્મ તણે ઉપદેશ; ભદ્રકપણું પામ્યું તેણે, ધર્મ વિશેષ. ૪ તિણિહીજ પાસે મુનિ રહયે, માસી ઉપવાસ; ભીલ સહુને તારવા, ધર્મ સુણવે તાસ. ૫ પ્રથમ માસ કીધા તેણે, સાત વ્યસન પરિહાર; અનંતકાય બીજે તયા, ત્રીજે નિશિ આહાર. ૬ એથે માસે અણસણ કર્યો, સહુ પરિવિદ્યુત પાત; પ્રાણ તજી તુજ સુત થયા, કર્મ તણી એ વાત. ૭ જીણે વા સંઘ લુંટતાં, પુણવંત કુંભાર; રાજય લહયે તિણિહીજ ભવે, હય ગય રિદ્ધિ અપાર ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org