SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ -અના)નું બળ પધિપુરની પેઠે પૃથ્વીમાં વ્યાપ્ત થયું અને તેઓએ ગે-ધન-ધાન્ય–બાળ-સ્ત્રી વગેરે લઈને પિતાના દેશમાં ગયા. જાવડ અનાર્ય દેશમાં ગયા ત્યાં પણ જિનેશ્વરનું દેરાસર બંધાવ્યું અને પિતાની જાતિ એકત્ર કરી. આર્ય અને અનાર્ય દેશમાં વિહાર કરતા મુનિવરે જ્યાં જાવડ હતા ત્યાં આવ્યા અને ધર્મવ્યાખ્યાન સમયે સિદ્ધાચલનું માહાઓ વર્ણવ્યું. “પાંચમા આરામાં જાવડ નામને શેઠ સિદ્ધાચલને ઉદ્ધાર કરશે” એવું મુનિયે કહ્યું તે સાંભળીને જાવડ શેઠે કહ્યું કે “તે શેઠ હું કે અન્ય?” મુનિયે ઉપગથી તેમનું નામ જણાવ્યું. જાવડે મનમાં અત્યંત પ્રેમ ધારણ કર્યો અને પિતાના ઘેર જઈને ચકેશ્વરીનું માસિક તપથી આરાધન કર્યું. ચકેશ્વરી માતાને પ્રગટ થઈ અને જાવડને કહેવા લાગી કે તું “તક્ષશિલા (ગિઝની) નગરીમાં જઈ ત્યાંના રાજા જગન્મલની પાસેથી ધર્મચકના અગ્રમાં રહેલું અરિહંતનું બિંબ લાવ.” જાવડશાએ હદયમાં ચક્રેશ્વરીનું ધ્યાન ધરી તક્ષશિલા નગરીમાં જઈને ત્યાંના જૈની રાજા જગમલને સર્વ વૃત્તાંત કહી ધર્મચકની પાસે ગમન કરી, ધમચકને ત્રણ પ્રદક્ષિણા દઈ રાષભદેવ ભગવાનનું બિંબ લાવ્યું. પંચામૃતવડે પ્રભુની પ્રતિમાને સ્નાન કરાવી પૂછને ઉત્સવપૂર્વક નગરમાં લા. પ્રતિમા લાવતાં મિથ્યાદષ્ટિ દેવતાઓએ અનેક ઉપદ્રવ ર્યા પરંતુ તે સર્વ ભાગ્યના ઉદયથી દૂર થયા. જાવડ મહુવામાં આવ્યું એવામાં તેના વહાણે મહાચીન, ચીન, અને ભેટ વગેરે દેશમાં વેપારાર્થે ગયાં હતાં, તેઓ વાયુવશથી દરિયામાં પરિભ્રમણ કરતાં કરતાં સુવર્ણદ્વીપમાં પહોંચ્યાં અને અગ્નિના દાહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy