________________
ગચ્છમાં શ્રીવીરની ૫૩ મી પાટે શ્રીલક્ષમીસાગરસૂરિ થયા. એમના શિષ્ય શ્રી સમયરત્નના, રાસકાર લાવણ્યસમય શિષ્ય થાય. શ્રીલાવણ્યસમયને શ્રીલક્ષમીસાગરસૂરિએ દીક્ષા તે આપી હતી, છતાં પણ, તેઓ શિષ્ય તે સમયરત્નના હતા એવું નીચેના વાકથી પૂરવાર થયું છે. અતિ ગિરૂઆ પંડિત પ્રવર, માહંતડે લક્ષમીસાગરસૂરિ, સમયરયણ મુણિસારસૂરિ એ. ૨” પાનું ૨૫૩. તથા વિમલપ્રબંધે, “ધર્મશાળ જિનમંદિર પાસિ, સમઇરત્ન ગુરૂ તિહાં
| ગુમાસ; ૧૩૫. “ સંઘ સજન સહૂ સાખી સમઈ નામ ઠવિવું મુનિ
લાવણ્યસમાઈ નવમે વરસિ દીખવર લીધ, સમયરત્નગુરિક વિદ્યા દીધ.
૧૪૩.” ખંડ ૯ ચૂલિકા. સાધુપણાના દાદાનું નામ જેમ શ્રીલક્ષમીસાગર છે તેમ શ્રીલાવણ્યસમયના સંસારીપણાના દાદાનું નામ મંગ-(મંગાશા) હતું. મંગ એ, ગુજરાત પાટણના શ્રીમાળી વાણીયા હતા, અને સંઘમાં મોટાપુરૂષ તરીકે લેખાતા. મંગને ત્રણ પુત્ર થયા. તેમાં મોટાનું નામ શ્રીધર, અને તેની સ્ત્રીનું નામ ઝમકલ-(ઝમકુ?) દેવી હતું. તેઓ પાટણથી નીકળી અમદાવાદમાં અજદરપુરામાં પોતાના પિતા સાથે આવીને વસ્યા
૧. વિક્રમના ૧૮માં સૈકામાં થયેલા સાગરશાખાના શ્રી લક્ષ્મીસાગરસૂરિ આથી જૂદા સમજવા.
૨. સમયરત્ન. ૩. સમઈ, સમયે સમયરને, લાવણ્યસમય એવું નામ થાપ્યું. ૪. ગુરૂએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org