SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારબ્ધની અનુકૂળતા, (૧૩) રાજપુત્ર સે પંચજ જેહ, પંડિત પાસે ભણતા તેહ, તે બહુ તિહાં ભણવા રહ્યા, મન ચિંતવ્યા મને રથ થયા. ૩૧ જ્યાનંદ શિર મેટું કર્મ, શસ્ત્ર શાસ્ત્રના શીખ્યા મર્મ, સંધસારને નેવે મુ, ભણતાં ગણતાં અક્ષર દુખે. ૩૨ મનસ્યુ પંડિતે જયા ધર્યો, કરી પસાય અગ્રણી કર્યો; એક દિન પંડિત સવે કુમાર, ઊભા કીધા રાજદુઆર. ૩૩ પરીક્ષા દેખાવ નવ નવી, રાજાને મન વિમય હવી, તવ આચાર્ય કરે પરપંચ, તાડ ઉપર તે માંડ સંચ. ૩૪ તેહને અગ્રે પીછું મેરનું, એ બાંધ્યું નિરખે એકમનુ; તે માંહેલે બાણજ એક, બાણે ખૂટો કરી વિવેક. ૩૫ મારી મારી થાકા સહુ, વાળ ન લાગે બાણજ બહ; જયાનંદને સાનજ કરી, તવ ઊઠે આળસ પરહરી. આચારજને લાગી પાય, ભીયા ભાથાને સજ થાય; પહેલે બાણે ચૂટે વાળ, તવ મનમાં જે ભૂપાળ. ગજ તોળી દેખાડ્યા વળી, હય પરીક્ષા દાખી રળી, શસ્ત્ર શાસ્ત્રના યા મર્મ, દંડયુદ્ધના જાણ્યા શર્મ. ૩૮ પંડિતને પૂછે રાજાન, કવણ છાત્ર એ સાચું માન પંડિત બેલે હું નવિ લહું, ક્ષત્રી જાણું છું તે કહું. ૩૯ અતિ પ્રસાદ રાજાએ કરી, પાસે રાખે બહુ હિત ધરી; અનેક પરીખ્યા જોઈ સહુ, કામ કાજ તે સેપ્યાં બહુ. ૪૦ બહુ આદરણ્ય માંડી જંગ, મણિમંજરી પરણાવી રંગ, ધન કણ કંચન કેડિ પસાય, હય ગય રથ બહુ આપે રાય. ૪૧ "પરિકરસ્યું આપે આવાસ, પાયક રાખ્યા માટે ગ્રાસ, ૧ પાંચસે (૫૦૦), ૨ આગેવાન મુખ્ય વિદ્યાર્થિ. ૩ રાજકારરાજાજીની હજૂરમાં. ૪ તાડનું ઝાડ. ૫ વિદ્યાર્થિ બાળક.૬ કૃપા નિવા. જસ–શિરપાવ, ૭ પરિવાર. ૮ મેટા ગિરાસ સાથે મોટી પદવી ઉપર કાયમ કર્યો. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy