________________
શ્રીરામયશરસાયન–રાસ.
વાચા પાલેવાને કારણે, રાજ ભરતને આરે; મુઝ બયઠાં તે રાજ કરે નહીં, હું ઘન થાશે ચાભેરે. એ. ૨૩ માજી સાહસ આણે ઘણે, કાયર તો મતિ હરે; જગ વિજેગ એ કરતાને કીયે, જલઈ મુહરે. એ. ૨૪ એમ સુતારે ધરતી ગિર પડી, ફિરિ ફિરિ મૂછ પાવે; શીતલતાઈ કરવે ચેતના, હીયે ઘણું ભરી આવે. એ. ૨૫ હું જીવડી કહે કુણ પાપીયે, મૂછથી મરજાતી; પુત્ર વિજેમાંથી મરણો ભલો, કાતી કાપે છાતીરે. એ. ૨૬ પ્રભુજી સંયમ મારગ આદરે, સુત થાયે વનવાસીરે; વજયી છે સહી તુ કેસલ્યા, જીવે કાંઈ વિમાસી. એ. ર૭ રામ તદારે માસું કહે, એમ કરે કયાં સ્થાણુરે; કાયર નારીના એ કામ છે, તું વડરાયાં રાણી. એ. ૨૮ કરી એકાકી વનમેં ફિરે, બે પરવાહી પીરે, જનની તો ઘરમાંહિ બેસી રહે, નાણે કાંઈ અધીરે. એ. ૨૯ બાપ તણેરે શિર જે ત્રાણ રહે, તેતે સુતને દસોરે, મુઝ ઘરે રહિત ત્રણનવિ ઉતરે,એમને આ સંતેરે. એ. ૩૦ ઈમ સમજાવીને પગે લાગીયા, અવર માય શિર નામીરે; પ્રભુજી વનવાસેને ચાલીયે, હરખ ઘણેરે પામી. એ. ૩૧ એકવીસમી ઢાલે, રામજી ચાલ્યા છે વનવાસે રે; કેશરાજ કેકયી રાણીને, વચન કરી સહુ ત્રાસેરે. ૩૨
કુહા.
પતિવ્રતા વ્રત સાચવે, પતિનું પ્રેમ અપાર; તે સુંદરી સંસારમેં, દીસે છઈ દોય ચ્યાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org