________________
૧૦.
આ પુસ્તકમાં ઘણે ઠેકાણે ફટનોટ આપી કઠિન શબ્દને અર્થ આપવામાં આવ્યો છે તેથી વાચકને સરલતા આપી છે. અમે ઇછીશું કે હજુ વિશેષ પ્રમાણમાં કઠિન શબ્દનો અર્થ આપવામાં આવે ને છેલ્લે કઠિન શબ્દના અર્થ પ્રદર્શક કોષ આપવામાં આવે કે જેથી તે વધુ ઉપયોગી થાય.
પ્રસ્તાવના હજુ ઘણુ વિસ્તારથી લખવા ગ્ય છે અને આવી પ્રસ્તાવનામાં આવા અનેક પુસ્તકેમાં વિધવિધ લેખકે અને સંશોધતાથી લખાશે ત્યારે જન સાહિત્યની કદર જૈનેતર વિદ્વાનેથી સ્વતઃ પિછાની શકાશે. ગુજરાતી સાહિત્યમાં જૈનીઓને ફાળે, ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યનું સ્થાન, કાવ્ય વિવેચન, દરેક કાવ્ય અને કવિની અન્ય કાવ્યને કવિ સાથે તુલના, તે ગ્રન્થકારેના સમગ્ર ચરિત્ર અને તેમાં ધાર્મિક ભાવનાઓએ બજાવેલો અગત્યનો ભાગ, તેમનાં કાવ્યમાં રહેલ ચમત્કૃતિ સુભાષિત સંગ્રહ, ઉપદેશ, રસ, અલંકાર વગેરે પર ટીકા વગેરે અનેક વિષયે ચર્ચાવાની જરૂર છે; અને તે જરૂર આવા બીજા અનેક ગ્રન્થ બહાર પડયે અચૂક પૂરાશે એમ અમારી ખાત્રી છે.
પ્રાચીન જૈન રાસાએ અનેક છે, પ્રાચીન જેન કાવ્ય સાહિત્ય સુંદર અને સંસ્કૃત ગુજરાતી સાહિત્યમાં સારું સ્થાન લે તેમ છે, પરંતુ અત્યાર સુધી તે અપ્રકટ રહ્યું છે અને જે પ્રકટ થયું છે તે એવા ચીંથરીયા કાગળમાં અશુદ્ધ અને અમને હર દશામાં થયું છે કે તે પ્રત્યે આદર આવો મુશ્કેલ હતો. ઘણું આનંદની વાત છે કે–પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર અર્થે નીકળેલા એક લાખ કરતાં વધુ ફંડ ધરાવતા આ પુસ્તકના પ્રકાશકના કાર્ય પ્રદેશમાં પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્યના પ્રકાશનને સ્થાન મળ્યું છે; અમે જે સ્થિતિમાં જેવા સ્વરૂપમાં તે સાહિત્યને પ્રકટ થાય એવું ઇચ્છતા હતા તે સ્થિતિ અને તે સ્વરૂપમાં પ્રકટ થયેલા આ ગ્રંથને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org