________________
અને ઉલાલા (૨૮ માત્રા) એ પિંગળના છંદ, આશાવરી, ગોડ ગેડી, માળવી, ગેડી, ગોઠીમહાર, સિંધુસિંધુઓ, કારી, મહાર, સેરઠ, ખંભાયત, ધન્યાશ્રી, સારંગ, સામેરી, દેશાખ, રામગ્રી, કેદારો અને પરજીઓ એ રાગ; તથા એ દેશીઓ ને ઢાલમાં આપણે જેમ રાગ-વણજારાને, ઓખાહરણને કહીએ છીએ તેમ નમુનાનું ચરણ આપી તે દેશી કે ઢાળ (ઉદા. ઉંબરીયાને ગાજે હે ભઠીયાણું રાણી ચિહું દિશે, એ દેશી) જોવામાં આવે છે, અને તે ભાલણ, પ્રેમાનંદ વગેરેએ વાપરેલા રાગ ને દેશીઓ સાથે સરખાવવાનું ઠીક પડશે.
સંશોધન કરી, અર્થ સાથે તથા જૂની ગુજરાતી ભાષામાં આ જૈન ગ્રન્થ પ્રથમ પ્રસિદ્ધ થએલો હેવાથી જૈન કવિતામાં ઇતર ધર્મની કવિતા કરતાં વિશેષતા હોવાથી આ વિવેચન વિસ્તારથી કર્યું છે, તેમ છતાં પણ ઘણીક ઉપયોગી બાબતે ટુંકાવવી કે પડી મૂકવી પડી છે.
છેવટ સંશોધન કરી છપાવનાર + જીવણચંદને એક સલાહ આપવામાં આવે છે કે સઘળા ગ્રી મૂળ પ્રમાણે ફેરફાર કર્યા વગર છપાવવા. જ્યાં ભાષા ઘણી જૂની હેઇ ન સમજાય એવી લાગે ત્યાં ગમે તે તેની સામે હાલના સ્વરૂપની ભાષામાં તે કવિતા મૂકવી અથવા તેની વિસ્તારથી ટીકા આપવી. શબ્દાર્થ પણ ઘણું આપવા કે જેથી વાંચનાર કવિતા સ્પષ્ટ રીતે સમજી શકે.
સાહિત્ય માસિક મે, ૧૯૬૪, પાના ૨૨૮ થી ૨૫.
પુસ્તક ૨ અંક ૫ મે..
Shri Anand Kavya Mahodadhi. Part 1, compiled by Jivanchand Sakerchand Jhaveri, published by the Devchand Lalbhai Jain
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org