________________
અવતરણિકા. મહું શેઠ દેવચંદ લાલભાઈ જેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે આ ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે, પિતાને વીલમાં રૂ ૪૫૦૦૦ની રકમ, બીજી રકમ જે બીજે માગે ખરચવા કાઢી ન હતી તેની સાથે કાઢી હતી. આ રકમમાં, તેમના સુપુત્ર ગુલાબ
ચંદ દેવચંદ તરફથી મહું મની યાદગિરીમાટે શુભકાર્યમાં ખચવા કાઢેલ રૂ .૨૫૦૦૦ની રકમ ઉમેરાઇ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રીઆનન્દસાગરજીની સલાહ અને ઉપદેશથી, આ રકમેને એકઠી કરીને મહૂમની યાદગિરીમાટે આ ત્રરટ સ્થાપવામાં આવ્યું છે. મહૂમ શેઠની દીકરી, મહંમ બાઈ વીજકેરની મિલ્કત (લગભગ રૂ.૨૫૦૦૦) આ ફંડમાં આવવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ લગ બગનું થવા ગયું છે. આ ફંડને આંતભાવ “ જૈનવેતાંબર (મૂ૦પૂ૦) ધાર્મિક સાહિત્યની ” જાળવણું અને ખીલવણી કરવાનું છે.
આ વૉલ્યુમમાં ક્યા કયા મુનિઓનાં રચેલાં કયા કયા રાસે છે તે વિગેરે, તથા તે તે મુનિઓને સામાન્ય ઇતિહાસ પુસ્તકનાં જક શાહ જીવણરાંદ સાકરચંદ જવેરીએ તેની પ્રસ્તાવનામાં લખેલ હેવાથી અત્ર હમ તસંબંધે કાંઈ વધારે લખવું ઉચિત ધારતા નથી. અંતમાં એટલું ઇછી, આ અવતરણિકાથી મોક્ષ પામીશું કે આ અમારે પ્રયાસ સર્વસાહિત્યપ્રેમીજનોને પ્રિયકર થઈ પડી, કાંઈ નહિને કાંઈ પણ સુરસફળ આપનારે થઈ પડે ! આ પ્રયાસને જે પ્રજા તરફથી સારૂં સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં આવા ઘણું વૅલ્યુમ કહાડી પ્રજા પાસે મૂકવા અમે અમારાથી બનતું કરી શકીશું. ૩૨૫, જવેરી બજાર, નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી.
મુંબાઈ. માર્ચ, સન ૧૮૧૩. ઈ. હું, અને બીજા ત્રસ્ટીઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org