________________
अवतरणिका. પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર કરીને, કે જેણે સકળ સૃષ્ટિના ઉદ્ધાર માટે--કે જે ઉહારમાર્ગ, આજે પરમાત્માને પ્રત્યક્ષપણાના અભાવને લીધે, વામયમાત્રવડેજ શોધી શકાય એમ છે. જે માટે વખતો વખત વમયનીજ ઉત્તમતા અને જરૂરીયાત પંડિત દ્વારા પ્રરૂપેલી છે, તેને; તથા વાયુદેવીને કે જેના પ્રભાવથી શાસ્ત્રજ્ઞાનને સમજવા શક્તિમાન થઈ શકાય છે તેને નમસ્કાર કરીને આ પુસ્તકસંબંધે–જૈનસાહિત્યસ્થિતિસંબંધે યતકિચિત્ અવતરણિકા કરીશ.
જે જે વિષયોને ભારતવર્ષના પ્રાચીન સાહિત્યમાં સમાવેશ થાય છે, તે સઘળા; નહિત લગભગ સઘળા વિષયે જૈનસાહિત્યમાં હાથ ધરવામાં આવેલ હોવાથી, ભારતવર્ષના સાહિત્યમાં જૈનસાહિત્ય પણ એક ઉંચું સ્થાન ભોગવે છે. જે સ્થિતિમાં આજે તે ઉપલબ્ધ છે, તે સ્થિતિમાં પણ તે એક સારા વિસ્તારવાળું છે, તે પૂર્વ સમયમાં તે વિશેષ વિરતી હોય એ નિઃસંદેહ છે. જૈનસાહિત્યની મહત્ત્વતાના કારણભૂત પ્રચણ્ડલેખકો, અને ઉત્તમગ્રન્થોની નોંધ લેવાનું આ કાંઈ ઉચિત સ્થાન નથી; તો એ પણ કાળના પ્રહારથી જે ભાગ બચી શક્યા છે અને જે પણ ઘણે બહેળા, કિન્તુ સંપૂર્ણ સંશોધિતસ્થિતિમાં નથી તે ઉપરથી બીનતકરારે અનુમાની શકાશે કે, પૂર્વકાળે જેનલેખકે ઘણી મોટી સંખ્યામાં વિમાન હતા, તે; સાહિત્યના પરિચિતજને જ તે પ્રાચીનલેખકેના વિષયપરના ઉંડા જ્ઞાનનું અને ઉત્તમ પ્રકારની ભાષાશૈલિનું રહસ્ય સમજી શકે
ભારતવર્ષના અન્ય સાહિત્યની માફક જૈનસાહિત્ય પણ, પરદેશી રાજ્યકર્તાના ધમધપણુનું; પરસ્પરનાં ધાર્મિક કોશોનું; અને આ દેશની ક્ષીણકારી હવાનું ભોગ થઈ પડ્યું હતું. એક સમય એવો હતો કે, તેવા સાહિત્યનું અસ્તિત્ત્વમાત્રજ જાળવવા ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org