________________
(ચરિત્ત.)
૪૩૯ (અષ્ટમડાંધકાર–મંગળાચરણ)
ઢાલ, ચોપાઈ દેશી. આઠમઈ અધિકારે પુણ્ય પ્રધાન, તે ચેક કરસ્યઈ થઈ સાવધાન; પુયિં પૂરવ-આપદ દલી, પુણિય આવી સંપદ મિલી. ૩૭ હવઈ સભાઈ આવ્યા રાય, સભા મિલી સહુ તેણઈ ડાય; પ્રધાન પ્રમુખ સવિ આવી મિલ્યા, સહુ સંતોષ થયા દુઃખ ટલ્યા. ૩૮ આઉકાર આવંતડા કરઈ, સમાધિ પૂછતા તે સવિ ઠરઈ; સહુ લોકમનિ જાણુઈ અસ્પે, પુણ્ય અમારૂં જાગિઉં તસ્ય. ૩૯ પ્રધાનાદિક આગલિ વાત, કરી ભલાવી જેહણી માત; નિઃકંટક હવઈ પાલિ રાજ, સાધઈ સઘલાઈ તે કાજ. ૪૦ સભા વિસરછ ઘરમાં ગયા, રાણી હરખ ઘણું અતિ થયા; ચંદ સંભલાવી વીતિ આપ, ગુણુવલી આલાયું પાપ. ૪૧ પ્રેમલાઈ પણિ કહ્યા વિદાત, રાજા ક ઈ ટલીઓ ઉતપાત; વીરમતી જે મરણુિં ભઇ, તેહ ભાવઠિ સાલી ગઈ. ૪૨ હવઈ રાજા પાલઈ તે રાજ, ધરમ-અરથકામ સાધઈ કાજ; નિજ લક્ષ્મી કાજગરી કરઈ, પુણ્ય પ્રબલ પિતઈ અસરઈ. ૪૩ જિનમંદિર નયર; પુર; ગામ, હરખિ કરાવઈ ઠામઠામ; જિનમંડિત પૃથવી તેણુઈ કીધ, લક્ષમીને લહાવે બહુ લીધ. ૪૪ બિંબ ભરાવ્યાં બહુ બહુ ભાંતિ, યાત્રા પ્રતિષ્ઠા ધરીધરી ખાંતિ; પૂજા બહુ ભેદિં નિત કરઈ ગુરૂ-ઉપદેશ સુધો મનિ ધરઈ. ૪૫ ભગતિ ભલા મુનિજનની કરઈ સામીભગતિ વિશેર્ષિ ધરઈ અભયદાન દઈ જે જંતુ, અનુકંપાને અધિક સંતુ. ૪૬ ઉચિતકીતિ પણિ તે સાચવઈ જશકીરતિ કરી જન રાચવાઈ વસ્ત્રવિભૂષણ ભજન ભલાં, મેવા મિઠાઈ અતિભલાં, ૪૭ ઈમ અનેક વર વસ્તુ વાવરઈ, સહુ સજજનનઈ સુખી કરાઈ
૧-સંઘભક્તિ, સાધર્મિક ભકિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org