________________
૪૨૦
પ્રેમલાલચ્છી. એહ પ્રસાદ ધન ઘણું અઘે લહિઉં, જાણિ તેહવું તુલ્બનિંગ કહિઉં. ૧૬ મંત્રી કહઈ આવ્યો વરસાત, ચોમાસું ઈહાં રહે વિખ્યાત; કુકડો શિવમાલાનઈ ભણુઈ, રહે ચોમાસું મતિ અહ્મતણઈ. ૧૭ બેટી, તાત સુણુવઈ તેડ, નાટકીઈ માનિ૬ સુણિ એહ; કહઈ પ્રેમલા કરજેડી કરી, અવધારે શ્રી તાત ઉચરી. ૧૮ શુદ્ધિ લહીએ પ્રભુની ખરી, સોલ વરસ થયાં તેરાઈ વરી; જિહાં હાસ્યઈ તિહાંથી આવસ્ય, પૂરા દિવસ થઈ ફાવસ્થઈ ૧૯ રાખો દિવસ સવિ પૂરા થાય, રાખ્યા ખચી દેઈ રાય; કહઈ પ્રેમલા મુજ જેવા કાજ, દિવરા કુકડો મહારાજ ! ૨૦ મુજ સાસરીએ એ કુકડે, રિમાસ રહે પાસિં વડે; રાજાઈ નાટકીઆ ભણ્યા, આપે કૂકડે એ દિન ગણ્યા. ૨૧ રામતિકારણિ માગઈ ઘણું ધન દેરૂં માગે એહ તણું; તે, નાટકીઆ આપઈ નહીં કુકડામતિ જાવા ગહગહી. ૨૨ કૂકડાનું મન દેખી તેહ, આ તે રાજનિ એહ; રાજાઈ પુત્રી કરિ દીઓ, તવ પુત્રીઈ હરખિં લી . ૨૩ ભજનવિધિ તર પૂછી તાસ, ત્યારે પુહતી પ્રેમલાની આશ; નાટકીઓ ઉતારા દીઆ, શુદ્ધિ લઈ સહુ મન ગહગયા. ૨૪
૨ ૫
નાટકીઆના વયથી, ભૂપની ટલી મનબ્રાંત; સાચે કહ્યા મુજ પુત્રીઇ, ચંદતણે વિરતાત. મિં જાણ્યું કે હું વદઈ પુત્રી જીવિત કાજ; એ નાટકી આ આવતઈ રહી અમારી લાજ. જામાતા પરગટ હુસ્મઈ હવાઈ ઉતરસ્યઈ કલંક;
મલા થાસ્થઈ નિર્મલી, કુલ થાઈ નિકલંક.
પ્રેમલાજનક રીપો ભણુઈ, હનિ શલશિણગાર; . ૧ ચારમાસ, ચાતુર્માસ. ૧ કુક્કાની મરજી જવાની થઈ. ૨–પ્રેમલાને પિતા.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org