________________
૪૪
પ્રેમલાલચ્છી. મંત્રી સુબુદ્ધિ કહઈ, સુણો એ સાથિં ચાર; માણસ આપણું મકલી, વર જુએ સાર. બીજ મંત્રી ચારબિં, તેડી કહઈ સાર; જાઓ રૂપ જોઈ કરી, મેલ વિવાહ ઉદાર. વડમંત્રી, મંત્રી પ્રતિ, કહઈ નૃપ-આદેશ; સિધદેશ સિધલપુરી. કનકથિ નરેશ. તસ સુત કનકધ્વજ અછ0, રૂપઈ અતિ રૂડે; તે જઈ જોઈ નિરખ, નવિ કરે કૂડે. જિમ વ્યાપારી વખાણીઓ, તેહ જે હોય, તે સહી પ્રમલાલચ્છિને વિવાહજ જોય. વિવહારી તેડી સવે, તે મંત્રી ભલાવ્યા; ચ્ચાર પ્રધાન તે સજ કરી, તે સાથિં વોલાવ્યા. અનુકૃમિ તે સિંધલપુરિં, આનંદિ મહેતા; વિવહારી ઘરિ ઉતર્યા, તે સવિ ગહગહતા. ભજન કીધા ભલીપરિ, તે અતિ સંખ્યા; વિવહારી મંત્રી પ્રતિ કહઈ વયણ તે હરખ્યા. અલ્લે એકાંતિ ભૂપનિં, મિલી આવું આજ; વાત સવે વિનવી કરી, કરૂં તુહ્મચું કાજ. કહઈ મંત્રી જિમ આપણું કામ રૂડું થાય; વ્યવહારી લેઈ ભટણું, નૃપ મિલવા જાય. વિવહારી નૃપનિં મિલ્યા, તે વાત સુણાવી; મંત્રી તે આવ્યા અછઇ, તુહ્મ મિલવા ભાવિ. કાજ હવઈ તે રાયનું, કરવું અહ્મ માનિઉં; તે માની મોટા કરે, નૃપમસિં તે નાણુઉં.
૫૫
-
-
-
--
૧ એકાંતે ભૂપને મળીને. ૨-હમારૂં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org