SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. પ૭ ધવળ-મંગળ વાગતેરે, આવે નિજ આવાસ; સંતે, જન દાનથી રે, સહુ પામ્યા બહુ ઉલ્લાસ. સુગુણ૦ ૬ દિવસ ત્રણ રહિ ત્યાં કણેરે, કહ્યું જાસું નિજ ગામ; રખે પ્રીતિ ઉતારતારે, અહો રાજન ગુણધામ. સુગુણ૦ ૭ તુમસ્યું માયા છે ઘણીરે, તે ઉતારી નવિ જાય; રખે તુમે વિસારતરે, ઘણું શું કહું તુમ રાય, સુગુણ૦ ૮ કહે નૃપ પટમાસ અહીં રહેશે, પછી જાજે નિજ દેશ; વિ(મી)નતિ માગી તમને કહુંરે, અહે! કુમર સુવિશેષ, સુગુણ. ૯ તવ કુમર વલતું વદેજે, મુજ જીવ છે તુમ પાસ; દૂર રહ્યાં કહી પટું કડારે, જે મન છે એક રાસ. સુગુણ ૧૦ જાતા જીવ ચાલે નહીં, પણ એક મનમેં ઉચાટ; માત-પિતા જે માહરારે, જોતાં હશે મુજ વાટ. સુગુણ૦ ૧૧ શીખ માગી તવ આપીયારે, મણિ માણેક અભિરામ; કરજેડી કહે રાજવીરે, તુમથી રૂડા કામ. સુગુણ૦ ૧૨. સબળ સૈન્યનું ચાલિયોરે, અરિકેસરી અંગજાત; કુસુમગ્રી સાથે ચલી રે, સંભારતી માતને તાત. સુગુણ ૧૩ સૈન આગળથી ૧૦ પાઠવીરે, સ્ત્રીનું કરેય વિચાર; ૧૧રત્ન-પરીક્ષા કિજીએ રે, જિમ ગુણ લહીયે સાર. સુગુણ૦ ૧૪ ચોથી ટાલ સોહામણું રે, કુમર ચાલ્ય નિજગામ; ગંગવિજય કહે કર્મથીરે, કહેવા થાયે કામ. સુગુણ૦ ૧૫=૫ ૧–હે રાજ, તમને. ૨-છ. ૩-ઉત્તરમાં કહે છે ૪-તે પણ. પ-પાસેજ -ઢગલા તુલ્ય-જે આપણું મન્ન રાશસમાન એકજ છે, તો પછી દૂર છતાં પણ નજીકજ છીએ ૭-રજા. ૮-સૈન્યસહિત. ૯-પુત્ર. ૧૦–કલી દઈને. ૧૧-કર મૂકવણી વખતે જે ત્રણ રને માગ્યાં છે, તેની પરીક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy