________________
षोडशकप्रकरणं ६
(ટીકાકા૨ના-વ્યાખ્યાકારના બે શબ્દ
પરમ તારક તીર્થાધિપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૫૦૦ વર્ષ પૂર્વે વહાવેલી જ્ઞાનગંગાનો, ગણધર ભગવંતોએ વહેતી મૂકેલી દ્વાદશાંગી-યમુનાનો અને ભવભીરૂ બહુશ્રુત સંવિગ્ન પૂર્વાચાર્યોએ પ્રગટ કરેલ શાસ્ત્રસરસ્વતીનો સુભગ ત્રિવેણીસંગમ હજયાં થયેલો છે તે તીર્થસ્વરૂપ જિનશાસનની મહાનતા, પાવનતા, ગંભીરતા, તારકતા, પરમોપકારકતા વગેરેનો કયાંય જોટો જડે તેમ નથી. આવા લોકોત્તર બેનમુન મહાપ્રામાણિક જિનશાસનમાં શાસ્ત્રસરસ્વતીને પ્રવાહિત કરનારા અનેક પૂર્વાચાર્યો થઈ ગયા. તેમાંના એક અપ્રતિમ બહુશ્રુત પૂર્વાચાર્ય છે શ્રીહરિભદ્રસૂરિજી. ૧૪૪૪ ગ્રન્થનું અદ્ભુત સર્જન કરનાર આ સુરિપુરંદર વિશે માહિતી આપવાની જરૂર જિનશાસનને પામેલ-સમજેલ વ્યક્તિને હોય તેવું હું માનતો નથી. તેઓશ્રીની શાસ્ત્રસરસ્વતીના એક ઝરણાનું નામ છે છોડશક પ્રકરણ. તેના ઉપર ૧૭મી સદીના મહાન તેજસ્વી સિતારા ગણાતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે યોગદીપિકા નામની ટીકા બનાવી. પ્રસ્તુત પ્રકરણના વિષયો વગેરેની છણાવટ પ્રથમ ભાગની પ્રસ્તાવના વગેરેમાં થયેલ હોવાથી તે વિશે અહીં કશું લખવું આવશ્યક નથી લાગતું.
ષોડશક પ્રકાર અને યોગદીપિકા ઉપર કલ્યાણકંદલી (સંસ્કૃત) ટીકા અને રતિદાયિની (ગુજરાતી) વ્યાખ્યા દેવગુરૂની અચિંત્ય કપાથી રચાઈ અને તેના પ્રથમ ભાગનું થોડા સમય પૂર્વે જ પ્રકાશન થયું. વિદ્વાનોએ, સંયમીઓએ, શ્રાવક-શ્રાવિકાઓએ તેને ઉત્સાહથી વધાવ્યો-સ્વીકાર્યો તે બદલ શ્રીસંઘનો હું અત્યંત ઋણી છું. પ્રસ્તુત ગ્રંથ વિશે મારું વિસ્તૃત વકતવ્ય પ્રથમ ભાગમાં દર્શાવેલ હોવાથી તેનું પુનરાવર્તન કરી વિજ્ઞ વાચકવર્ગનો અમૂલ્ય સમય લેવો ઉચિત ન હોવાથી મારું વકતવ્ય અહીં સંક્ષેપમાં સમાવી લઉં છું.
યોગદીપિકા + કલ્યાણકંદલી + રતિદાયિની વ્યાખ્યાથી યુક્ત ષોડશકપ્રકરણ - દ્વિતીય ભાગના પ્રકાશનના રૂડા અવસરે ઉપકારીઓનું મંગલ સ્મરણ પણ આનંદનું મોજું ફેલાવે છે, કૃતજ્ઞભાવને દઢ કરે છે.
પરમ આરાધ્ધપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સકલસંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્યકુપા,
પરમપૂજ્ય સિદ્ધાંતદિવાકર ગીતાર્થમૂર્ધન્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પાવન આશિષ,
પરમોપકારી વિદ્વરેણ્ય વિદ્યાગુરૂવર્ય પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવરનું માર્ગદર્શન, પ્રાતઃસ્મરણીય ભવોદધિનારક શાસનપ્રભાવક ગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજની અમી દષ્ટિ,
આ ગ્રન્થની બન્ને વ્યાખ્યાના સંશોધક અનેક વિદ્વાન બહુશ્રુત સંયમીઓની સહાય એ જ આ ગ્રંથના પ્રકાશન સુધીનું મુખ્ય ચાલકબળ + પ્રેરકબળ + પૂરકબળ બનેલ છે. આ ઉપકારીઓના ઉપકાર કઈ રીતે ભૂલાય ?
અનેક બહુશ્રુત સંયમીઓએ સંશોધિત કરેલ કલ્યાણકંદલી (સંસ્કૃત) ટીકા અને રતિદાયિની (ગુજરાતી) વ્યાખ્યાથી યુક્ત પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનમાં-મુદ્રમાં કોઈ દોષ ન રહી જાય તે માટે બન્ને ભાગનું ૪ વાર સંપૂર્ણ પ્રફરીડિંગ મેં કરેલ છે. છતાં પાગ છબસ્થતામૂલક કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ગુણગ્રાહી વિદ્વાન વાચકવર્ગ સ્વયં તેનું પરિમાર્જન કરે. બીજા ભાગના અંતે આપવામાં આવેલ પરિશિષ્ટ તૈયાર થઈ ગયા બાદ ફાઈનલ પ્રફમાં ગ્રંથસેટીંગ કરેલ હોવાથી પરિશિષ્ટમાં દર્શાવેલા પાના નંબરમાં એકાદ પાનું આગળ-પાછળ થયેલ હશે તેની વાચકવર્ગે નોંધ લેવી.
પ્રાન્ત, આ ગ્રન્થના પઠન-પાઠન, શ્રવણ-મનન-નિદિધ્યાસન દ્વારા સહુ કોઈ પાવન મુકિતપંથે આગળ વધે, દોષમુક્ત બને, શાશ્વત સુખયુક્ત બને એ જ એક અનંતગાગસંપન્ન અરિહંતને અભ્યર્થના.
ગુરુપાદપદ્મરણ મુનિ યશોવિજય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org