________________
પોરીપ્રકરણ ૫
| સંશોઘકીય વકતવ્ય સુસ્વાગતમ્ ! પધારો ! ગ્રન્થરાજ ! આત્મતત્ત્વની ગષણા કરતા સાધકને, ભિન્ન ભિન્ન સાધનાપદ્ધતિની અડાબીડ અટવામાં અટવાતા સાધકને સ્પષ્ટ
ર્શન કરાવે તે દીપક સમા ગ્રન્થોને શાસ્ત્ર કહેવામાં આવે છે. આવા શાસ્ત્રોની યાદીમાં ષોડશકનું સ્થાન સ્ટેજ હેજ આવે છે.
સોળ વિષયને ઊંડાણથી અને વિસ્તરથી નિશ્ચિત સોળ-સોળ શ્લોક સંખ્યામાં નિરૂપવાનો અહીં ગ્રન્થકાર પરમર્ષિનો ઉપક્રમ છે. એક પણ અનાવરક અક્ષર ન મળે અને જે અક્ષર કે શબ્દ અહીં મળે છે તે પોતાની અર્થ સમાવવાની લૌકિક શક્તિને અતિકમીને વિશાળ અર્થ સાથે આપણને મળે છે.
પુરાણા ઋષિઓની એક શીખ છે કે ‘નાનુધ્યાયાત્ દૂન રીન, વીવો વસ્ત્રાપુને ટ્ટિ તત્’ શબ્દો બહુ ન ધ્યાવવા પણ તેના અર્થોને ખૂબ ધ્યાન કરીને ધ્યાવવા. શબ્દ કે શબ્દસમૂહની અર્થચ્છાયામાં શબ્દના ઉપરના કોચલાને ભેદી ભીતરમાં જ પ્રવેશ થાય તો અર્થનો ખજાનો ખુલ્લો થઈ જાય. અહીં ષોડશકના શબ્દો અર્થઘન છે. અધિકારપૂર્ણ રીતે તેની રજુઆત થઈ છે. આ ગ્રન્થની સૌથી મોટી વિશેષતા તો એ છે કે અહીં નિરૂપિત વિષયો તમને અન્યત્ર ક્યાંય
નું કારણ એ સમજાય છે કે પૂજ્યપાદ હરિભદ્રાચાર્ય મહારાજે કાળબળથી લુપ્તપ્રાય: થઈ રહેલાં ‘પૂર્વ’ના ગ્રન્થોમાંથી ઘણાં ઘણાં પદાર્થો પોતાના ગ્રન્થોમાં સંક્ષેપ - વિસ્તાર શૈલીમાં ગૂંથી લીધા છે.
પૂજ્યપાદ અભયદેવસૂરીશ્વરજી મહારાજે પંચારક શાસ્ત્રના વિવરણની પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજને ટ્રોવન' કહ્યા છે એ આ અર્થમાં છે. અને જે અન્યત્ર નથી મળતા અને અહીં મળે છે તેવા વિષયો દા.ત. પાંચ આશય વિચાર (પ્રણિધાન, પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ અને વિનિયોગ), જ્ઞાનના ત્રણ પ્રકાર શ્રુત-ચિન્તા અને ભાવના. એ જ રીતે ઉપકાર, અપકાર, વિપાક, વચન અને સ્વભાવ - આ પાંચ રીતે ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મની વિચારણા, દેશના કયા જીવો સમક્ષ કેવી આપવી ? શ્રોતાઓના બાલ, મધ્યમ અને પંડિત એવા પ્રકારો, જિનમંદિર બંધાવવાની વિધિ - આ બધું તો છે જ. સાથે સાથે “તત્રાપિ ન ટ્રેષ; &ાર્ય વિષયનું નતો 5:” આવી જે હિત શીખામણ મળે છે તે ચાદ્વાદમાર્ગીને ખૂબ ઉપયોગી છે.
અહીં પ્રરૂપેલા વિષયોને પોતાના ગ્રન્થોમાં સુપેરે જે કોઈએ નિયોજિત કર્યા હોય તો તે પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે. આ બધી જ વાતોને ખૂબ સારી રીતે સમજી, વિચારી તેના આશય, તાત્પર્યને-મર્મને તલસ્પર્શી રીતે પોતાની પ્રશામાં એકરસ કરીને પોતાના રચેલા ગ્રન્થોમાં તેને ગૂંથી આપણાં સુધી પહોંચાડ્યા છે. ગુજરાતી રાસ કૃતિ શ્રીપાળરાસના ચોથા ખંડમાં આ ગ્રંથના ભાવો ભરી દીધાં છે. ઉપકાર, અપકાર, વગેરે માત્ર ક્ષમાધર્મ સાથે જ નથી વિચારવાના. અહીં ક્ષમા તો ઉપલક્ષણ છે. માટે તેને ક્ષમા આદિ દશે યતિધર્મ સાથે જોડીને વિચારવાનાં છે.
આવા દુર્બોધ ગ્રન્થ ઉપર એક વિસ્તૃત સરળ-સુગમ વિવરણની આવશ્યકતા હતી જ. તેની પૂર્તિ વિદ્વદર્ય તપસ્વી મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ દ્વારા થઈ છે તે ઘણા આનંદનો વિષય છે. આવા ગંભીર વિષયો પઠન, પાઠનમાં ફરીથી દાખલ જરૂરી બન્યા છે. એવા સંયોગોમાં આવા પ્રયાસને આવકારતાં હૃદયમાં ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે. ધન્યવાદ આપવાનું મન થઈ આવે છે; કારણ પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રન્થ ઉપર કલમ ચલાવવા માટે ગુરૂકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રન્થકારકૃપા જોઈતી હોય છે. આવી કૃપાને પાત્ર બનેલા મુનિશ્રીના હાથે હજી આવા ઘણાં ગ્રન્થો આપણને સાંપડશે તેવી આશા રાખવી ગમે છે. તેઓના પરિશ્રમને બહોળો અભ્યાસરસિક વિક–સમુદાય સફળ બનાવે તે જ એક શુભેચ્છા.
જે આ. પ્રદ્યુમ્નસૂરિ. અનાવલ. જિ. સુરત. જેઠ સુદ-૧૧, વિ.સં. ૨૦૫૨
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org