SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આમ છએ કાયની વિરાધના થાય. ક્રિયામાં થતા પ્રમાદથી થતી છકાયની વિરાધનોનો અનુબંધ છે. આમ આજ્ઞાની ઉપેક્ષાથી જ છ કાયની વિરાધના થાય છે. આથી ઉપયોગ પૂર્વક પડિલેહણ કરવું. ત્રીજા પ્રહરના અંતે નીચેના ૧૪ ઉપકરણનું પડિલેહણ કરવું. (૧) મુહપત્તિ (૨) ચોલપટ્ટો (૩) ગુચ્છો (૪) સમુદાયનો પડદો (ચિલમલી) (૫) પાત્ર બંધક = ઝોળી (૬) પલ્લાં (૭) રજસ્ત્રાણ (૮) પરિષ્ઠાપનક (પરઠવવા માટેની કુંડી થુંકવાની કુંડી (૯) માત્રક (નાનું પાતરું) (૧૦) પાતરાં (૧૧) રજોહરણ (૧૨-૧૩-૧૪) કલ્પત્રીક-ત્રણ વસ્ત્ર- (૧) કાંબળ (૨) કાંબળનો કપડો (૩) ઓઢવાનો કપડો. પછી ઓત્સર્ગિક ઉપધી = સંયમ ટકાવવા ઉપયોગી ઉપકરણો. ખેરીયું, કાનમાં પુમડાનો રૂમાલ, સંથારીયું, ઉત્તરપટ્ટો વિગેરેનું પડિલેહણ કરવું. પ્રશ્ન : નવમું ઉપકરણ માત્રક એટલે શું? જેમ અત્યારે જોગમાં ઢાંકણું. ઝોળીમાં રાખીએ છીએ તેમ ગોચરીના પાતરાં ઝોળીમાં રાખવાની મૂળવિધિ છે. અત્યારે પ્રતિક તરીકે ઢાંકણું છે. ગોચરી વહોરતી વેળા એક નાના પાત્રામાં (માત્રકમાં) ગોચરી વહોરી અંદરના પાત્રમાં મૂકવા માટે વપરાતું હતું. વહોરેલી ગોચરી ગૃહસ્થની સામે બહાર ન કાઢે. આ બધી મર્યાદાઓ રાખવાની છે માટે જ ગીતાર્થ ગુરુની આંગળીએ ગોચરી જવાનું છે. આચારિક વિના ગોચરી ન જવાય. આચારાંગના બીજા અધ્યયનમાં ગોચરી, વસતિ વિગેરે કેમ ગ્રહણ કરવું તે વાત બતાવી છે. તે જેણે જાણ્યું હોય તેની સાથે ગોચરી જવું. અવભાષણ યાચન = યાચના કરવી, “અમારે આની જરૂર છે” “કેટલીવારમાં થશે ?' એમ પૂછવામાં દોષ વધારે રોગાદિક ને કારણે પૂછવું, જે મળે તે લેવું વિગેરે ઉત્સર્ગ, અપવાદ ગીતાર્થ દ્વારા શીખવા મળે. પ્રશ્ન : ચિલમલી = સમુદાયનો પડદો તેનું પડિલેહણ કરવાનું તો તેનો ઉપયોગ શો ? ઉત્તર : સાધુને ગોચરી, પાણી બધું પડદામાં રાખવાનું છે. માંદાને સુવાની જરુર પડે. અથવા પદસ્થોને અંડિલ માત્રે જવું પડે. માટે ચિલમલી જરૂરી છે. તેનું પડિલેહણા કરવાનું છે. વાચના-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy