SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પડિલેહણ કરવું પછી સ્વાધ્યાય કરવો ત્યાર પછી (૨) ઉદ્ઘાટક પોરિસિ સમયે...બહુપડિપુરા પોરિસ કરીને પાત્રાનું પડિલેહણ કરવું. (૩) સાંજે ત્રીજા પ્રહરે...પ્રથમ પાત્રા પછી વસ્ત્ર, ઉપધિનું પડિલેહણ અને તે પછી ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચાર ભાગ કરવાથી તે તે સમયે પ્રહર આવે. સૂર્યોદયથી છ ઘડી-બહુપડિપુન્ના પોરિશિ આવે. ત્યારે પાત્ર નિયોગ-પાતરાંનો સાત પ્રકારના પરિવારનું પડિલેહણ માસનોપવિષ્ટ : આસન ઉપર બેસીને કરે તેમાં અનુક્રમે...(૧) પ્રથમ ગુચ્છો (૨) પલ્લાં (૩) ચરવળી (૪) ઝોળી (૫) પાતરાં (૬) રજસ્ત્રાણ અને પછી (૭) દોરીવાળો નીચેનો ગુચ્છો = પાત્ર સ્થાપનનું પડિલેહણ કરવાનું છે. પાતરાંને કામળીના કકડા ઉપર મૂકવા, ભોંય જમીન ઉપર મૂકવા નહિ. ગુચ્છામાં ઉપર હોય તેને “ગુચ્છો' કહેવાય. નીચેનું પાત્રક સ્થાપન' કહેવાય. એનું પડિલેહણ મુહપત્તિથી થાય. પછી પાત્રકેસરિયા-ચરવળીનું પડિલેહણ કરવું. પછી ઝોળી પછી પાતરું પલેવે. (૧ જ પાતરું હોય, તેની જોડ ન હોય) પછી પલ્લાં પછી પાત્ર સ્થાપન અર્થાત્ નીચેનો ગુચ્છો. સવાર-સાંજે પડિલેહણ કર્યા પછી કાજો લેવો. ઉદ્ધાટક પોરિસિમાં, પ્રથમ પોરિસિનો કાજો લેવો. પછી પાત્રાનું પડિલેહણ કરવું. - સવારે સૂર્ય ઉગ્યા પહેલાં પૂર્વોક્ત મુહપત્તિ વિગેરે ૧૦ની પ્રતિલેખના કરવી. બપોરે ત્રીજા પ્રહરના છેડે “બહુપડિપુત્રા પોરિસિ' નો આદેશ માંગવો અને ૧૪ ઉપકરણનું પડિલેહણ કરવું. બપોરે ૧ વાગ્યે યા સાંજે પ-૬ વાગ્યે પડિલેહણ કરે તો પડિલેહણા આધીપાછી ભણાવી” એ અતિચાર લાગે. (૧) પડિલેહણ કરતાં-કરતાં વાતો કરવી, વાચના લેવી, દેવી પચ્ચખાણ દેવું વિગેરે કરવાથી જીવહિંસાની સંભાવના છે. આથી છકાયની વિરાધના થાય. (૨) પૂર્વે કુંભારનાં ઘરે સાધુઓ રહેતા હતા, ત્યાં પડિલેહણ કરતાં કરતાં વાતો કરે અને અનુપયોગથી ઘડાને ધક્કો લાગે. એથી અપકાયની વિરાધના થાય. એ માટી પર પડે એથી પૃથ્વીકાયની વિરાધના થાય. ત્યાં અગ્નિ હોય તો તેઉકાયની વિરાધના વળી, વાયુ તો સર્વત્ર છે જ. વળી, જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ પણ છે જ. વાચના-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy