________________
એમ પરિવારના લોકો કલ્પના કરે છે. આથી ૧૫ દિવસ પછી પુષ્પમિત્ર સાધુને ગુરુ મ. એ ભણવાનું બંધ કરવા અને ગરિષ્ઠ ખોરાક ચાલુ રાખવા કહ્યું. તેથી પુષ્પમિત્રને ઉંઘ આવે ઝાડા થયા, હોજરી પણ મંદ થઇ ગઇ. ૧૦ દિવસમાંતો ઝાડા-ઉલ્ટીની બિમારી થઇ ગઇ. આ જોઇને સગાઓ ગભરાઇ ગયા. હવે શું કરવું ? તુરંત જ ગુરુ પાસે આવ્યા અને પોતાની મુંજવણની વાત કરી.
ગુરુ મ. કહે : “પહેલાં ૧૫ દિવસ વાપરવા છતાં કાંઇ ન થયું. અને હવે આમ કેમ થયું ? માત્ર ખાધેલો ખોરાક શક્તિ ન આપે. એ પચે તો જ શક્તિ આપે. તેઓને પૂર્વનો અભ્યાસ ચાલતો હતો. પૂર્વના અભ્યાસથી ગમે તેવો ગરિષ્ઠ આહાર કરે, તે છતાંયે હોજરીનો રસ મગજમાં ખેંચાઈ જાય. દિવસે સૂવે નહીં ભણ્યા જ કરે. આથી હોજરીને કામ ન કરવું હોય તો પણ કરવું જ પડે. તેઓને પૂર્વનો અભ્યાસ બંધ કરાવ્યો. સ્વાધ્યાય વિગેરે બંધ થયું. પ્રમાદ વધ્યો. સામાચારીનો ડગલે-પગલે ભંગ થવા લાગ્યો. આથી ખોરાકની પાચન શક્તિ બંધ પડી. અને તબિયત બગડી.”
આયુર્વેદમાં છે કે 'નિદ્રા વ ર્ધા ” સુવાથી પ્રમાદ કફ વધે છે. સંયમ જીવનમાં મોહના ઘરનું આર્તધ્યાન થાય નહીં એ ધ્યાન રાખવું. દ્રવ્ય આર્તધ્યાન થાય એથી તપ ન છોડી દેવાય. ઊંટ તો ગાંગારતાં ગાંગરતાં જ પલોટાય; એમ મન પણ ધર્મ કરતાં એ-એ કર્યા જ કરે, પણ પ્રભુ શાસનની ડિસીપ્લીન પૂર્વક આજ્ઞા ગોઠવી જ દે. જેથી ધીરે-ધીરે મન કેળવાઇ જાય. તપ કરવામાં શરીર કામ ન આપે ત્યારે પણ તપ કરતાં કરતાં અનુમોદના કરે. “મેં તપ ધર્મની આરાધના કરી છે; હું પુણ્યવાન છું કે જ્ઞાની ગુરુની નિશ્રા મળી, પરમ પાવન તીર્થ મળ્યું” એમ અનુમોદના કરવાથી પેલું દ્રવ્ય આર્તધ્યાનનું પાપ ખલાસ થઇ જાય.
અનાદિ કર્મબંધનો તોડવા માટે તપ ધર્મ છે. સાધુ અને ગૃહસ્થના તપની જઘન્ય મર્યાદા જુદી છે. ગૃહસ્થને જઘન્યથી નવકારશી છે. સાધુને જઘન્યથી એકાસણું કરવાનું છે. જેને જે તપ છે તેમાં આગળ વધવાની જરુર છે.
દ્રવ્યતપ કરતી વખતે ભાવત"ને ધક્કો ન પહોંચે. ભાવ આર્તધ્યાન ન થાય તે જાગૃતિ રાખવાની જરૂરી છે. બહુમાન કરાવવાનો વિચાર એ પણ ભાવ આર્તધ્યાન છે. “અરરર...ક્યાં આ ફંદામાં ફસાયો. આવા ગુરુ ક્યાં મળ્યા ?” આ વિચાર પણ ભાવ આર્તધ્યાન છે. જે મોહનીયના ઉદયથી થાય છે. “આર્તધ્યાન ન થાય'' એ શબ્દ પકડીને આજે અવળો અર્થ કરીએ છીએ અને તપધર્મથી દૂર ભાગીએ છીએ.
વાચના-૩૮
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org