________________
સવારે દૂધ વાપરીને બેસે તો આધાકર્મી છે. પછી સમાધિ-શાંતિનો સંતોષ માને, પણ તપ ધર્મ કે આજ્ઞાપાલન ન થઈ શક્યું તેનો અંતરમાં બળાપો ન હોય તો આર્તધ્યાન જ છે. “ઇષ્ટમાં આનંદ તે આર્તધ્યાન જ છે' એ વાત પ્રવૃત્તિથી નથી જાણતા. આધાકર્મી આહારમાં ભૂલેચૂકે પણ આનંદ આવ્યો; તો માત્ર આર્તધ્યાન નહીં પણ પ્રભુની આજ્ઞાનો અનાદર છે. હજુ આજ્ઞા હૈયે વસી નથી. અત્તરવાયણામાં ઠસોઠસ વાપરીયે અને હોજરીની શક્તિ ઉપરાંત વાપરવાથી બીજે દિવસે પેટ-માથું દુ:ખે જ; પછી તપનો વાંક કાઢવો.
મોહનીયના ઉદય સહિતનું જ્ઞાન તે જ અજ્ઞાન છે; પરંતુ “મૂર્ણપણું તે અજ્ઞાન' એ વ્યાખ્યા જિનશાસનમાં નથી. સારી ગોચરી મળે ત્યાં જઇએ તે અજ્ઞાન છે. આથી મોહનીય બંધાય અને શાસન દુર્લભ થાય. ઇષ્ટ સંયોગમાં જે આનંદ થાય તે જ મોટામાં મોટું આર્તધ્યાન છે. “કોઇ મરી જાય, વસ્તુ ખોવાઇ જાય અને જે દુઃખ થાય તેમાં જે કર્મબંધ થાય તે કરતાં ઇષ્ટ સંયોગના આનંદમાં કેઇગુણો કર્મબંધ થાય” એ સમજણ કેળવવાની જરૂર છે. સાધુએ આહાર કરવાના પ્રસંગે પણ ભાવથી ભૂખ્યા રહેવાનું છે. દ્રવ્યથી આહાર કરવાનો છે.
પ્રભુના વચનથી શાલિભદ્રમુનિ ગોચરી ગયા-૧૨ વર્ષમાં શરીર પલટી નાંખ્યું છે. આથી માતા સ્ત્રીઓ પણ ઓળખી ન શકી. કેવો આહાર વાપરતા હશે ? તેમની સામે આપણી સ્થિતિ શું ? ગરમ ગોચરી લેવી, સારી ગોચરી લેવી એવી વિચારધારા તે જ આર્તધ્યાન છે.
મોહનીયના ઉદયમાં ઇષ્ટના સંયોગમાં જે આનંદ થાય છે. તેજ મોટું આર્તધ્યાન છે. દ્રવ્ય આર્તધ્યાનને આગળ કરી તપ ગૌણ કરવો. અને સતત ભાવ આર્તધ્યાનમાં રહેવું. એ અજ્ઞાન દશા છે. તેનાથી બચવા સામાચારીનું પાલન, સમજણ સહિત, આજ્ઞાની વફાદારી જરૂરી છે. મોહનીયના ઉદયનું આર્તધ્યાન ન થવું જોઇએ. તેનાથી બચવાની ખાસ જરૂર છે. ડગલે ને પગલે દ્રવ્ય આર્તધ્યાનથી બચવાના બહાને ભાવ આર્તધ્યાનનું ઓથું લઇએ છીએ. આયંબિલ ન કરવા પડે માટે આયંબિલને નિંદ, આયંબિલથી આંખનું બિલ ઘટે છે એમ બોલાય નહીં, આયંબિલથી મોહનીયનો બંધ પણ તૂટી જાય છે. તો વળી અશાતાની તાકાત શી ?
દ્રવ્ય તપ કરે પણ ઉપવાસનું પારણું કરતાં ન આવડે તો દ્રવ્ય તપ વગોવાઇ જાય. ઉપવાસ સાથે બધા તપો હોય તો આવું ન થાય. વાચના-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org