________________
મિચ્છામિ દુક્કડમ્ દે તો સમજવું કે આમાં મોહનીયનો ક્ષયોપશમ છે.
કષાયની પ્રાપ્તિ ભાવતપમાં ન થાય, ભાવતપમાં તો સમાધિ રહે.
તપધર્મમાં આત્માને વિનય નમ્રતાની બાજુ ન લઇ જાય તો સમજવું કે નિર્જરાનો આ તપ નથી. તપ કરતાં કષાય મોહનીયના ઉદયનો અમંગલ ન થાય તે ધ્યાન રાખવું.
"પુન: ઝેન ન ફેંદ્રિય દ”િ ઇન્દ્રિયોની હાનિ ન થાય તે રીતે તપ કરે. તપ અને તેના પારણામાં વિવેક રાખવો.
આજે તપના પારણે ગરબડ કરે તો “હલકું લોહી હવાલદારનું'' એ કહેવત મુજબ (આંખ વિગેરે જાય તો) તપ વગોવાય. તપથી તો અશુભકર્મ ક્ષય થાય છે. બુદ્ધિ તીવ્ર થાય છે. ઇન્દ્રિયોનું બળ વધે છે. વધુ ઘી-દૂધ ખાવાથી શક્તિ ન આવે. ખાધેલો ખોરાક પચે તો શક્તિ આવે. સામાચારી અને સ્વાધ્યાય જ આ ખોરાક ને પચાવવાનું કામ કરે છે. પુષ્યમિત્ર મુનિનું દ્રષ્ટાંત આ વાતની પ્રતિતિ કરાવે છે.
ગુરુ મહારાજને ચાર શિષ્યો હતા.
પુષ્યમિત્ર, ગોષ્ઠામાહીલ, દુર્બલિકા પુત્ર અને ફલ્યુરક્ષિતને પૂર્વનો અભ્યાસ ચાલતો હતો તે વખતે માતાએ ફલ્યુરક્ષિતને કહેવડાવ્યું કે અમારો ઉદ્ધાર કરો.
પુષ્યમિત્ર પહેલાં બુદ્ધ ધર્મી હતા; તીવ્ર બુદ્ધિશાળી હતા, આથી ક્ષણિક એકાંતવાદ ન ગમ્યો. તેથી ગુરુ મહારાજ પાસે દીક્ષા લીધી. સગા-વહાલાં વંદને આવે છે ત્યારે શરીર દુર્બલ જુએ છે. આથી સગાંઓ ગુરુ મ. ને કહે છે કે “ગુરુદેવ ! આના શરીરનો ખ્યાલ કેમ નથી રાખતા ?' ગુરુએ ચાર સાધુની ગોચરીથી પુષ્પમિત્રની ગોચરી અલગ રાખેલી. તેમણે બધી વિગઇઓની છૂટ હતી. પુષ્પમિત્ર સગાંને કહે કે “ક્યારેક જ એકાસણું વિગેરે કરુ છું. વાપરવામાં ગુરુ મ. તરફથી કોઇ જ તકલીફ નથી.” છતાં સગાં ગુરુને કહે કે “આને સારો ખોરાક નથી આપતા, માટે જ આ મહારાજનું શરીર વળતું નથી.'
ગુરુ મ. વિચારે છે કે “આમને કેમ સમજાવું? આ લોકો બૌદ્ધ ધર્મી છે. ઊંઘી અસર ન પડે” એમ વિચારી પુષ્પમિત્રને તેને મળે ત્યાંથી ગોચરી લાવવા કહ્યું. સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખવા કહ્યું ૧૫ દિવસ માલપાણી, મેવા, મિઠાઇ વાપરવા કહેલું. વાપરવા છતાં પણ શરીર ન જ વળે. આથી “આને કોઈ મોટો રોગ હશે.”
વાચના-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org