________________
“ભલું થજો બહેનોનું, શાસનનું કે મને સંવત્સરી ના ઉપવાસનો લાભ અપાવ્યો” એ ભાવ શ્રીયકના આત્મામાં રમતો હતો.
ઉપવાસ કરે અને માથે ચડે ત્યારે વિચારે કે “આજે પાપનો ઉદય થયો છે, પંચ પરમેષ્ઠીઓની શક્તિનું બળ ન મળ્યું વીર્યંતરાયનો ક્ષયોપશમ ન થયો. જેના કારણે “જ્ઞાનાદિની આરાધના થઈ શકતી નથી. માટે સૂઇ જવું પડે છે.' ઉપવાસ કરીને શુભભાવમાં સમભાવમાં ન રહ્યો આથી દ્રવ્ય આર્તધ્યાન રહ્યું; પણ અંદર ડંખે છે. તેથી ભાવ આર્તધ્યાન નથી.
ઉપવાસ ન થાય એમાં બે કારણ. (૧) અંતરાયનો ઉદય (૨) મોહનો ઉદય.
ધારણા; અભિગ્રહ કરી ૪ વાગ્યા સુધી ટકે, પછી ન જ રહેવાય. તો અવઢનું પચ્ચકખાણ કરી એકાસણુ કરે. શરીર અને મનને કેળવવું જોઇએ. ઉપવાસ નથી થતો એવી ગ્રંથી બાંધીયે તો તેમાં માનસિક સ્થિતિ નબળી છે. તપાદિ “આપ બળે કાંઇ ન થાય, સરન્ડર શીપ, શરણાગતિનો ભાવ “પ્રભુ હું તારો છું” તારી આજ્ઞા હું પ્રાણાંતે પાળવા તૈયાર છું'' એવી ભાવના હોય તો બધુ જ થાય. શરીર એનું એજ છે; પણ તેમાં દેવગુરુની કૃપાથી ઓજસ થાય છે. અને અશક્ય પણ શક્ય બને છે.
માત્ર દ્રવ્ય આર્તધ્યાનથી સ્થિતિ અને પ્રકૃતિ બંધાય. ભાવ આર્તધ્યાનથી = મોહનીયથી રસ અને પ્રદેશ બંધાય.
ઉપવાસ કર્યા પછી ઉપવાસ ક્યાં કર્યો ? ગુરુ મ. પાસે ક્યાં ફસાયો ? હવે કદી ઉપવાસ ન જ કરું ? આ બધી મોહનીયની વિચારણા છે. મોહનીયના ઘરનું આર્તધ્યાન છે.
જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શરીરની અમુક તકલીફોને કારણે અમુક પ્રમાણમાં મનમાં આર્તધ્યાન થઇ જાય; પણ એમાં મોહનો ઉદય ન ભળવો જોઇએ. અંતરાય કર્મના ઉદય હોય, શરીર કામ ન આપતું હોય તો પણ મોહનો ક્ષયોપશમ હોય તો ભાવોલ્લાસ થાય.
દ્રવ્ય ઉલ્લાસ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય. ભાવ ઉલ્લાસ મોહનીયના ક્ષયોપશમથી થાય.
કષાય થાય અને કોઇ કહે કે પુણ્યવાન ! આ શું કરો છો ! અને તે સમયે વાચના- ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org