SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનીયના દળિયા વેદે તે ક્યારે ? સાધુ પચ્ચખાણ કરીને ગોચરી જાય; શુદ્ધ ગોચરી ન મળે તો નિહિ કરે. એય ન મળે તો આયંબિલ કરે યા ઉપવાસ. આમ સાધુના પચ્ચકખાણ ખાસ નિર્જરાનું સાધન બને; શ્રાવકના પચ્ચકખાણ નહીં ! કારણ વિરતિના સંસ્કાર સાધુને જ છે ગોચરી શુદ્ધ ન મળે તો આગળ ચડતે પરિણામે તપ કરે. પ્રશ્ન : સાધુને ગોચરીમાં દ્રવ્ય કેમ ન ધરાય ? સાધુને અભિગ્રહ ધારવાના છે પણ તેમાં દ્રવ્ય ન ધરાય કેમકે..સાધુને ૪૨ દોષ થી શુદ્ધ ગોચરી લેવાની છે. જો સાધુએ દ્રવ્ય ધાર્યા હોય તો અન્ય શુદ્ધ ગોચરી મળે અને જે દ્રવ્ય ધાર્યા હોય તે ન મળે તો ધારેલા દ્રવ્યની ગવેષણા માટે ફરે, તેમાં સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. માટે દ્રવ્ય ન ધારે. હા; કોઇ વિશિષ્ટ પ્રસંગે કાયા મનની ક્ષમતા ને ધ્યાનમાં રાખી તપોવૃદ્ધિની ભાવનાથી ખમર્ષિ ઋષિ વિગેરેની જેમ ધારે તો ઠીક છે. ૪૨ દોષ શુદ્ધ ગોચરીની ગવેષણા કરવાની તે પણ કાલે-ઉચિત સમયે જ વહોરવા જાય. “ઓઘ નિયુક્તિ” માં જણાવેલ ૭ પિંડ-એષણામાંથી બે જ પિંડે સણાનો ઉપયોગ કરે તેમાં ૧ ગોચરીની એષણા અને ૨ પાણીની એષણા ધારે. અને તુરત જ પાછા વળી જાય. બાકીની પિંડેસણાનો ત્યાગ કરે. સાધુની દીક્ષા થતાં જ “ઓઘનિયુક્તિ' વંચાવવી જોઇએ. “ઓઘ નિર્યુક્તિ' વાંચનથી ભાવજન્મ=સાચો જન્મ થાય છે. આજે આવા સામાચારીના ગ્રંથોના શ્રવણેય દુર્લભ છે. હા પચ્ચક્ખાણ પછી પચ્ચકખાણ ન કરાય ધારી લેવું પડે. કોડો વર્ષનું સત્તાનું કર્મ ખપાવે કે જે નારકીના જીવો ત્યાંના દુ:ખો સહન કરી કરીને ક્રોડો વર્ષ સુધી પણ ન ખપાવે. પોરસી છઠ્ઠમાં પણ ક્રોડો વર્ષોના કર્મોની નિર્જરા થાય. જિનશાસનનો આવો વિશિષ્ટ તપ પણ કેવી મનોસ્થિતિમાં કરવાનો છે તેનો ખ્યાલ રાખવો પડે, નહીં તો લેવાનાદેવા થઇ જાય “આંધળી દળે અને કુતરા ચાટી જાય એવી સ્થિતિ ન થાય તે માટે ગ્રંથકાર સ્વયં તપ કરવાની મર્યાદાઓ બતાવે છે તે આગળ વિચારશું. "ાચના-૩૭ N : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy