________________
કદાચ એ વસ્તુઓ સંયમમાં જરૂરી ન હોય તો તેના ઝીણા ટુકડા કરી યોગ્ય રેતી વિગેરેમાં વિધિપૂર્વક દાટે. જેથી તેનું રૂપાંતર થઇ જાય. વસ્તુ ઉપકરણ વિગેરે આપણી નિશ્રામાં આવે ત્યારથી રૂપાંતર ન થાય ત્યાં સુધી જવાબદારી આપણી છે. કોઇ ગામમાં ઉપાશ્રયે ખેરીયા, કાગળો વિગેરે વિહાર કરતાં ત્યાં જ પડ્યા હોય છે. તે બરાબર નથી સાધુ-સાધ્વીમાં ઉપયોગ જોઇએ. ઉપાશ્રયમાં છોડી દીધેલા-ઉપકરણટુકડા કે કાગળ વિગેરે વિહાર કરતાં ત્યાં જ પડ્યા હોય છે. તે બરાબર નથી. સાધુસાધ્વીમાં ઉપયોગ જોઇએ. ઉપાશ્રયમાં છોડી દીધેલા-ઉપકરણ-ટુકડા કે કાગળ વગેરે માણસો જ્યાં-ત્યાં નાંખે એ વિરાધનાનું પાપ સાધુ-સાધ્વીને લાગે કાગળો ફડાય નહીં. કાગળો ફાડવાથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય આથી કાગળો ફાડીને પાઠવવા નહીં. આખા જ કાગળો કોરી નદી ના ભાઠામાં દાટી દે. કાગળનો બીનજરૂરી કે વધુ ઉપયોગ ન થાય તે જરૂરી છે તે માટે ભક્ત મંડળનો મોહ ઘટાડવો જરૂરી છે. આવશ્યક અને જરૂરી કામમાં વપરાએલ કાગળ પણ જ્ઞાનની આશાતના ન થાય તે રીતે પરઠવવા.
ચાણસ્મામાં ૬૦ ફૂટ ઉંડો કૂવો છે. પાલીતાણામાં ગારીયાધાર ના રોડ પર ૭૦ ફૂટ ઉંડો કૂવો છે. જેમાં પાણી નથી, વાપરતા નથી તેવા કૂવામાં પરઠવે તો જ્ઞાનની આશાતનાથી અંશે બચી શકાય. કોઇ કોઇ સાધુ-સાધ્વીઓ સિદ્ધાચલ ઉપર ઘેટી દરવાજા પાસે રેતી વિના કાગળ વસ્ત્ર વિગેરે પરઠવે છે તે પરઠવાય જ કેમ ? અને તે પણ ગિરિરાજ પર તો પરઠવાય જ નહીં, મહાતીર્થની ઘોર આશાતના છે. કંકોત્રી ગૃહસ્થને ભળાવી દેવી તેનાં પૂંઠા ન ચડાવાય અન્યથા કાપવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય વસ્ત્ર-પાત્ર-ઉપાધિ જ્યાં ત્યાં મૂકવાથી જે અજયણા થાય તે ન થવા દેવી તે અજીવનો સંયમ છે.
૧૧) પ્રેક્ષા સંયમ : કોઇપણ ચીજ જોઇને લેવી મૂકવી ચક્ષુ પડિલેહણનો ઉપયોગ રાખવો.
૧૨) ઉપેક્ષા સંયમ : ગૃહસ્થ પાપકાર્ય કરતો હોય તો ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ. તેના ઘેર તો ન જ કહેવાય. ઉચિત લાગે તો ઉપાશ્રયે આવે ત્યારે કહેવાય, પરંતુ સાવદ્ય = પાપ વ્યાપારમાં કેટલીક પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થની ઉપેક્ષા કરવી જ પડે તે ઉપેક્ષા સંયમ.
વાચના-પ૪
S૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org