________________
પાંચ મહાવ્રત, ૧૦ પ્રકારનો શ્રમણ ધર્મ (ક્ષમાદિ), ૧૭ પ્રકારનો સંયમ દશ પ્રકારની વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) ત્રણ જ્ઞાનાદિ, બાર પ્રકારનો તપ, ચાર પ્રકારનો કષાય નિગ્રહ, આમ ૭૦ ભેદ ચરણ સિત્તરીના છે.
આ ૭૦ ભેદમાં સંયમના ૧૭ ભેદો છે. સંયમ એટલે ? सम्यग्-यमनं-उपरमणं सावद्ययोगात् इति संयम ;
સાવઘયોગથી અટકવું તે સંયમ છે. “ઠાણાંગમાં હિંસાદિનિવૃત્તિને સંયમ કહ્યો છે. “આચારાંગ'માં સર્વસાવદ્યયોગથી નિવૃત્તિ તે સંયમ જણાવ્યો છે. “ઠાણાંગના પાંચમાં સ્થાનમાં સામાયિક છેદોપસ્થાપનિયાદિને પાંચ પ્રકારનો સંયમ જણાવ્યો છે. તે સંયમના પાલન માટે, સ્થિરતા માટે સાત-દેશ અને ૧૭ પ્રકારનો સંયમ છે. પૃથ્વી આદિ પાંચ, ત્રસકાય અને અવકાય એમ ૭ પ્રકાર તથા પૃથ્વી આદિ પાંચ. બેઇન્દ્રિયાદિ૪ અને અજીવકાય એમ ૧૦ ભેદે સંયમ રાખવાની વાત “ઠાણાંગમાં છે. તે દશમાં પ્રેક્ષાદિ-૭ સંયમ ઉમેરી ૧૭ પ્રકારનો સંયમ “આચારાંગ-આવશ્યક', “નંદી સૂત્ર'
ઓઘનિર્યુક્તિ' વિગેરે ગ્રંથોમાં છે. બધા જ સંયમ ભેદોમાં આશ્રવરૂપી અટકવું તે જ ભાવ છે. એમ ‘ઉત્તરાધ્યયન'માં લખ્યું છે, માટે સંયમના નિર્વાહમાં કુશળ બનવું...
સંયમના સત્તરભેદ આ રીતે છે : पुढवी-दग-अगणि-मारुय-वणस्सइ-बि-ति-चउ-पणिंदि-अजिवो વેણુ-પોર પHUMT-પરિવUT-મUT-વ-પ- IIોધનિયુક્તિા
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવનો અસંજમ-૧૦ ન થાય તેની કાળજી રાખે.
અજીવનો અસંયમ એટલે ? તેની કાળજી કેવી રીતે રાખવી ?
સુંદર મન-મોહક પદાર્થોનો ઉપયોગ સંયમના સાધન તરીકે પણ ન કરવો પદાર્થ પ્રત્યેનો મોહ તે અજીવના અસંયમનો પ્રકાર છે. અથવા વાગવા આદિના પ્રસંગે પથ્થર આદિ પર જાનવૃત્તિની જેમ રોષ ન કરવો; પણ સંયમ રાખવો. વળી સંયમના ઉપકરણ પાત્ર મુહપત્તિ, ખેરીયુ વિગેરે જ્યાં-ત્યાં રખડાવે નહીં, આપણે સાચવવાની વાપરવાની વસ્તુતો આપણે લાવીને ઠેકાણે મૂકવી પણ નાના કે બીજા સાધુને ન કહેવું કેમકે બધા સરખા ન હોય કોઇનું મન કલુષિત થાય તેમાં આપણે નિમિત્ત બનીએ
વચના-પ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org