________________
શુકન શાસ્ત્રમાં ``ઝંબૂ ઘાસ મયુરે′ જંબૂ ચાસ, મયુર, ભારદ્વાર, નકુલ જમણી બાજુ જતાં જોવાય તો સર્વ સંપત્તિકારક શુભ શુકન કહેવાય છે. બળદ, શંખનો ધ્વની, છત્ર ચામર, શ્રમણ-દંત, લાડુનો થાળ, દહીં, મીણ, ઘંટ, ધજા વિગેરે પણ શુભ શુકનો છે. અશુભ શુકનોનું વિહારમાં વર્જન ક૨વાનું છે તે હવે ખરાબ શુકન બતાવે છે. મેલાં કપડાવાળો, ફાટેલાં કપડાવાળો, ભિખારી, તેલ ચોળીને નાહવા જતો માણસ, કુતરો, કુબ્જ વિગેરે મળે તો ખરાબ શુકન થાય. ગર્ભિણી સ્ત્રી, મોટી ઉંમરની કુમારી, કાષ્ટનો ભારો, કુન્તને=ભાલાને ધરનારો મળે તો ખરાબ શુકન થાય, ગોરુંકષાય વસ્ત્રવાળો મળે તો પણ ખરાબ શુકન ! આવા શુકનો ``ખ્ખું ન સાદંતિ’’ કાર્યને સિદ્ધ ન થવા દે. ગોળ-ગોળ ચક્કર ફરતા ભુખ્યો ગરુડ-દિગંબરી વિગેરે મળે તો નિશ્ચે મૃત્યુ થાય એમ શુકન શાસ્ત્રમાં જણાવેલ છે.
શાસ્ત્ર અને વ્યવહારમાં નિપુણ હોય તે સાધુ વૃષભ સાધુ કહેવાય. આવા વૃષભ સાધુ અને પહેલાં વિહાર કરે અને શુકન વિગેરેનો ઉપયોગ મૂકી આચાર્ય મ.સા. ને તથા અન્ય સાધુઓને વિહારનું સૂચન કરે. પછી બધા વિહાર કરે.
ભાવ વિહારી આજ્ઞામાં ચાલનારો સાધુ સુલભબોધિ થાય કારણ ? વિશુદ્ધનિર્મળ-ચરણ-કરણાનુયોગ જે સુંદ૨ પાળે, તેની ઉપબૃહણા કરે અને પ્રરૂપણા વખતે પોતાની શિથીલતા વ્યક્ત કરે. છાપ બગડવાની બીક ન રાખે. છાપ બગડે તો અપયશ નામકર્મનો ઉદય માને.
ઉપબૃહણા વાચિક હોય અનુમોદના માનસિક હોય છે. બીજાની સામે એના ગુણોની પ્રશંસા કરે તે ઉપબૃહણા ચરણ-કરણ સત્તરી પાલનારની ઉપબૃહણા કરે. ચરણ સિત્તરી-કરણ સિત્તરી ? એટલે ?
જેનું રોજ પ્રતિક્ષણ પાલન કરવાનું હોય તે ચરણ સિત્તરી કહેવાય જેમકે મહાવ્રતાદિ રોજ પાળે-સતત પાળે.
જે ક્યારેયક પ્રસંગે પાલવાનું હોય તે કરણ સિત્તરી કહેવાય જેમ કે પિંડ વિશુદ્ધી ગોચરી જતાં જ પાલે.
ચરણ સત્તરીના ૭૦ ભેદ છે.
"वय "समणधम्म १७ संजम, "वेयावच्चं च भगुत्तिओ नाणाइतियं तव, कोह- निग्गहाई = "" चरणमेयं
વાચના-૫૪
Jain Education International
For Private & Personal Use Only
૧૫૨
www.jainelibrary.org