________________
કરે, રસ ત્યાગ કરે તેથી શરીર પર મેલ ન થાય. આંતરડામાં મલ સડે તે અપચેલો ખોરાક લોહીમાં ભળે અને બહાર મલ રૂપે આવે. સાધુને આમ કાચો મલ થાય તે સંભવિત નથી. પરસેવો લૂછવો નહી. લૂળ્યા પહેલા જે રજ ચોંટે અને મલ થાય તે સહન કરે. ઉદરજન્ય મલ થતો જ નથી. પછી સહન કરવાની વાત જ ક્યાં ? રોજ શરીર ધોવે પણ આંતરડું ખરાબ હોય, ડાયજેશન બરોબર ન હોય તો આહાર ન પચે. અને લોહીમાં ભળી બહાર આવે તે મલ છે. પરસેવા અન્ય તે 17, આંતરડાની ખરાબીથી થાય તે મલ.
૧૯. સત્કાર પરિષહ :
જ્ઞાન શક્તિ વિગેરેના કારણે પૂગને નૈધ્ધા નર્ષમ્’ માન મળે તો હર્ષ ન પામે. અજ્ઞાનીની દ્રષ્ટિએ ભલે હું સામાન્યથી તપસ્વી કહેવાઉં. જ્ઞાની કહેવાઉ પણ પૂર્વના મહાપુરુષો આગળ મારો તપ ક્યાં ? મારું જ્ઞાન ક્યાં ? એમ વિચારી નમ્રતાની ભૂમિકા પર ઉભો રહે. બીજી રીતે પ્રસારિતો ન લેવું” વળી સત્કાર માન-પાન પૂજાદિ ન મળે તો દ્વેષ ન કરે. માન-પાનથી રાગ કરે તો માનનું પોષણ થાય. દ્વેષ કરે તો પણ હારી બેસે. પ્રતિકૂળ સંજોગોમાં તો હજી સ્થિર રહી શકે પણ અનુકૂળ સંયોગ માં સ્થિર રહેવા પ્રયત્ન કરવો. અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં-માન-સન્માન કે અપમાનના પ્રસંગે જાગૃતિ રાખી આત્માના સમભાવમાં સ્થિર રહે તે...સત્કાર પરિપહ જીત્યો કહેવાય.
૨૦. પ્રજ્ઞા પરિષહ :
સ્વયં વિચારણા પૂર્વક વસ્તુને જાણવી તે પ્રજ્ઞા કહેવાય. શાસ્ત્રના અર્થોને પ્રજ્ઞા શક્તિથી જાણી શકે. આથી લોકો પૂછવા આવે તો વિચારે કે “વાહ વાહ કેટલી થાય છે'' એમ બુદ્ધિને જીરવી ન શકે; અને અભિમાન કરે. આ પરિષહ જીત્યો ન કહેવાય પણ તીવ્ર પ્રજ્ઞા હોવા છતાં મહાપુરુષોને ધ્યાનમાં રાખી પોતાના માન કષાયને શાંત રાખે. આ અનુકૂળ પરિષહ છે.
૨૧. અજ્ઞ પરિષહ :
અજ્ઞાનને જીરવવું તે પણ પ્રતિકૂળ પરિષહ છે. બુદ્ધિની જડતા-મૂર્ખતાથી કોઇ દ્વારા તિરસ્કાર થાય તો મનમાં દુ:ખ ન થવા દે. “પૂર્વે મેં જ બાંધેલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આમ થયું છે. તેમાં હવે મોહનીયને શા માટે ભળવું ? ગુરુ ચરણોની
વાચના-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org