SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ quadry મારા ડબ્લાય પવિત્તિ.../18 || પરમાત્માનું શાસન પામ્યા પછી પંચમકાળની વિષમ સ્થિતિમાં પણ સંયમ જીવન સારી રીતે પાળી શકીએ તેવી કરુણા-ભાવના થી પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ અનેક આગમ ગ્રંથોના દોહન રૂપ આ ગ્રંથ બનાવ્યો છે. જ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન કેળવવા આ ગ્રંથ છે. તેમાં જણાવે છે કે સંયમ જીવન આજ્ઞાની મર્યાદાવાળું કહેવાય, તે માટે ગચ્છમાં પાંચ પ્રધાન વ્યક્તિની જરૂરિયાત છે. આથીજ જેમાં આચાર્ય વિગેરે પાંચ મહાત્માઓનું શાસન હોય અને વ્યવસ્થિત તંત્ર ચાલતું હોય તે ગચ્છ કહેવાય. આચારનું આચરણ કરનાર, આચારના પ્રકાશક તથા આચારના દર્શક આચાર્ય ભગવિત છે. તે આચાર કહી ગયા. બીજા નંબરે આવે ઉપાધ્યાય. જેની પાસે વિનય વિવેક પૂર્વક જ્ઞાન ભણવાનો પ્રયત્ન થાય તે ઉપાધ્યાય. વીરર્સનો નિરમો..૦ જિનેશ્વર ભગવંતે કહેલા બાર અંગનો સ્વાધ્યાય જ્ઞાનીઓએ જણાવ્યો છે. તેથી સ્વાધ્યાય ૧ર પ્રકારે છે. આમ અન્ય સ્થાને પાંચ પ્રકારે સ્વાધ્યાયની વાત છે. અહીં જ્ઞાનના ભેદ કહ્યા છે તે દ્વાદશાંગ રૂપ શ્રુતજ્ઞાનને ભણાવે, પઠન કરે, કરાવે તે ઉપાધ્યાય. "प्रवर्तयति संयम योगेषु' જેનાથી સંયમની વૃદ્ધિ થાય એવા ગોચરી, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે યોગોમાં પ્રવૃત્તિ કરાવે તે પ્રવર્તક કહેવાય. તપ એ સંયમમાં લઇ જનારી પ્રવૃત્તિ છે. છકાયની જયણા, ૫ મહાવ્રતનું કેક વાચના ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy