SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ થાય. ઓઘો બાંધ્યા પહેલાં ઉભા ન થવાય. પ્રશ્ન : પાતરાનું પડિલેહણ કેવી રીતે કરવાનું ? ઉત્તર : પાતરાનું પડિલેહણ ૨૫ બોલથી કરવાનું છે. તેમાં પ્રથમ, પાતરાના પડિલેહણમાં દ્રષ્ટિ પડિલેહણ “સૂત્ર-અર્થ તત્ત્વ' કરી સદહું કહી કરે... પાતરામાં ત્રણ પરિધિ-અધ, મધ્ય અને ઉદ્ઘ પરિધિ છે. તેને ઉપરની પરિધિથી યા નીચે ઉપરથી પકડે, પાતરું હાથમાં લેતાં પાતરાની તે જગ્યા તથા હાથને ચરવળીથી પ્રમાર્જ. પાતરાં પૂજનીય હોઇ તે ઊંધુ ન કરાય. ગૃહસ્થ પૈસાની કોથળી (માંગલીક હોવાથી) ઉંધી ન કરે. પાતરાનું દૃષ્ટિ પડિલેહણ કરતાં ૧ બોલ બોલવો પાતરાની ત્રણ પરિધિમાં ત્રણ-ત્રણ બોલ બોલવા પાતરાની પરિધિની ઉપર (સાઇડ ફક્ત) ત્રણ બોલ બોલવા પાતરાની અંદરના ભાગ-૬ બોલ બોલવા પાતરાની બહારના ભાગે – ૬ બોલ આવે (મનદંડ) અને મનોગુપ્તિ ના) યોગમાં મન, વચન, કાયાની શુદ્ધિ માટે ૭૫ બોલ (૨૫ બોલ ૩ વાર) પાતરાં, પલ્લાં, ઝોળી તથા વસ્ત્રમાં બોલવાના છે. ઘડો પણ સાવ ઉઘો ન કરાય. આડો કરીને પાણી ભરાય ખાલી ઘડો પણ માંચી ઉપર ઉંધો રાખીએ છીએ તે બરોબર નથી. નહિ વપરાશના ઘડામાં વ્હારની હવા જાય તો કુંથુઆ વિગેરે થાય, આથી વચમાં કાચલી મૂકીને કપડું બાંધવું. • પાટનું પડિલેહણ પાટનું પડિલેહણ પણ જાગૃતિ રાખી કરવું. વેઠ ન ઉતારવી. પાટમાં પ્રથમ ઉપર-નીચેથી દ્રષ્ટિ પડિલેહણ કરે ત્યારે “સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદહું બોલે. ચાર પાયા પર પડિલેહણ કરતાં ૩-૩ બોલ બોલે. બાકીના ૧ર બોલ ચાર પાયાના બહારના ભાગમાં બોલે. અન્ય આચાર્ય કહે છે કે-એક બોલ દ્રષ્ટિ પડિલેહણામાં બોલવો. અને બાર બોલ અંદર તથા ૧ર બોલ ઉપરથી પડિલેહણ કરતાં બોલે. એમ ૨૪ બોલ કહે. જુદા વાચના-૪૨ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy