________________
શબ્દાર્થ - જાઈ-જન્મ, જરા-વૃદ્ધાવસ્થા, મરણ-મૃત્યુ, સોગ-શોકને, પણાસણસ્સ-નાશ કરનારાને, કલ્યાણ-કલ્યાણ, પુખલ-સંપૂર્ણ, વિસાલ-વિશાળ, સુહાવહસ્સ-મોક્ષ સુખના આપનારા, કો-કોણ, દેવ-દેવતા, દાણવ-દાનવ, નરમનુષ્યો, ઈદ-ઇંદ્રોના, ગણ-સમૂહ, અશ્ચિઅસ્ત-પૂજેલા, ધમ્મસ્સ-શ્રત ધર્મનો, વિલક્ષ્મ-પ્રાપ્ત કરીને, કરે-કરે, પમાયં-પ્રમાદને.
અર્થ - જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અત્યંત નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ સુખને આપનાર, દેવ-દાનવ અને મનુષ્યોના સ્વામીના સમૂહથી પૂજાએલ એવા ધર્મને (શ્રતધર્મના) સારને પામી કોણ પ્રમાદ કરે ?
સિદ્ધ ભો પચઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે,
(સર્વ નયથી) સિદ્ધ હે લોકો ! આદરપૂર્વક નમસ્કાર કરો જિનમતને, મંગલ કરનાર છે સદા ચારિત્રધર્મમાં.
દેવનાગસુવન્નકિન્નરગણ, સભૂઅભાવશ્ચિએ !
વૈમાનિક-ભવનપતિ-જયોતિષી અને વ્યંતરદેવોના સમૂહથી સત્યભાવે પૂજાએલ છે,
લોગો જત્વ પઈઠ્ઠિઓ જગમિણું, તેલુક્કમચ્ચાસુર,
સંપૂર્ણ લોકનું જેમાં પ્રતિષ્ઠા પામેલ આ જગત, ત્રણ લોકમાંના મનુષ્યો, દેવો વગેરેનું નિરુપણ છે,
ધમો વઢઉ સાસઓ વિજયઓ ધમુત્તર વઢઉ HITI શ્રતધર્મ વૃદ્ધિ પામો શાશ્વત વિજયપૂર્વક ઉત્તર ધર્મની વૃદ્ધિને કરો.
શબ્દાર્થ - સિદ્ધ-સિદ્ધ એવા, ભો-હે જ્ઞાનવંત લોકો, પયઓ-આદર સહિત, ણમો-હું નમસ્કાર કરું છું, જિણમએ-શ્રી જિનમત (સિદ્ધાંતોને, નંદી-વૃદ્ધિ થાઓ, મંગલકારી, સયા-હંમેશાં, સંજમે-ચારિત્ર ધર્મને વિષે, દેવ-વૈમાનિક દેવ, નાગભવનપતિ દેવ, સુવન્ન-જયોતિષી દેવ, કિન્નર-વ્યંતર દેવતાના, ગણ-સમૂહથી, સ્મભૂઅભાવ-સત્ય ભાવે કરીને, અશ્ચિએ-પૂજાએલા, લોગો-સર્વ લોકનું જ્ઞાન, જત્થ-જેમાં, પઈઢિઓ-રહેલ છે, જગમિણં-આ જગત, તેલુક્ક-ત્રણ લોક, મચ્ચમનુષ્ય, અસુર-ભવનપતિ, વઢઉ-વૃદ્ધિ પામો, સાસઓ-શાશ્વતો, વિજયઓવિશેષ જયપૂર્વક, ધમ્મુત્તર-દેશવિરતિ સર્વવિરતિ આદિ બીજા ધર્મને, વઢઉ-વૃદ્ધિ પામો.
અર્થ - હે લોકો ! સર્વનયથી સિદ્ધ થયેલ ચારિત્ર ધર્મમાં સદા મંગલ કરનાર, જે વૈમાનિક-ભવનપતિ-જયોતિષી અને વ્યંતરદેવોના સમૂહથી સત્યભાવે (ખરેખરા ભાવે) પૂજાએલ છે. જેમાં સંપૂર્ણ લોકનું તથા આ જગતના ત્રણ લોકમાંના મનુષ્યો, દેવો વગેરેનું જ્ઞાન પ્રતિષ્ઠા પામેલ છે. એવા જિનેશ્વરનો મત કૃતધર્મરૂપ સિદ્ધાંતને 888RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRVA ૪૨ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા છેવી બનાવશો ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org