________________
તહ નવવિહ - - બંભચેર ગુતિધરો ! તથા નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચઉવિહ કસાય - મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત, ઈઆ અટ્ટારસ - ગુBહિં સંજુરો I/II આ અઢાર ગુણોથી સંયુક્ત.
શબ્દાર્થ - પંચિંદિય-પાંચ ઇન્દ્રિય, સંવરણો-રોકનાર, તહ-તથા, નવવિહ નવ પ્રકારની, ખંભચેર-બ્રહ્મચર્યની, ગુત્તિધરો-ગુપ્તિને ધારણ કરનાર, ચઉવિહચાર પ્રકારના, કસાય-કષાયથી, મુકો-મુક્ત, ઈ-એ, અટ્ટારસગુણહિ-અઢાર ગુણો વડે, સંજુરો-સંયુક્ત.
અર્થ - પાંચ ઇન્દ્રિયો (ના વિષયો)ને રોકનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત.
પંચ - મહલ્વયજુરો, - પાંચ મહાવ્રતથી યુક્ત.
* બ્રહ્મચર્ય-શીયળની નવ પ્રકારની ગુપ્તિ - વાડ નીચે પ્રમાણે છે. ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય તેમ બ્રહ્મચર્યનું આ નવ વાડોથી રક્ષણ થાય છે.
(૧) સ્ત્રી, પશુ, નપુંસક જયાં ન હોય ત્યાં વસે. (૨) સ્ત્રીની સાથે રાગથી વાતો ન કરે. (૩) સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી પણ ત્રણ પ્રહર સુધી બેસે નહિ. (૪) રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૫) સ્ત્રી પુરુષ સૂતા હોય અગર કામભોગની વાત કરતા હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. (૬) અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. (૭) સ્નિગ્ધ આહાર કરે નહિ. નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. (૯) શરીરની શોભા-ટાપટીપ કરે નહિ.
* સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. કષ-સંસાર, આય-લાભ તેથી કષાય-સંસારનો લાભ. તે ચાર પ્રકારે છે. ક્રોધ, માન, માયા અને લોભ.
* પાંચ મહાવ્રત -
(૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ-સર્વથા - સર્વ રીતે પ્રાણ-જીવને, અતિપાત-મારવાથી, વિરમણ-અટકવું.
(૨) સર્વથા મૃષાવાદ વિરમણ - મૃષા-જૂઠ, વાદ-બોલવાથી, વિરમણ-અટકવું.
(૩) સર્વથા અદત્તાદાન વિરમણ - અદત્ત-નહિ આપેલું, આદાન-લેવાથી, વિરમણઅટકવું.
(૪) સર્વથા મૈથુનવિરમણ - મૈથુન-વિષય સુખના ભોગવટાથી, વિરમણ-અટકવું.
(૫) સર્વથા પરિગ્રહ વિરમણ - પરિગ્રહ-ધન-ધાન્ય વગેરે વસ્તુના સંગ્રહથી વિરમણઅટકવું. 828282LARRUAZVAU282828282URVAVARURUA ૬ દ0 પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org