________________
કર્મનો સિદ્ધાંત
(૩) માનસિક સાથેની શારીરિક ક્રિયા ઃ મનની કામનાઓ અને ઇચ્છાઓને સંતોષવા માટે તથા મનના કર્તાપણાના અભિમાનથી અને મનના રાગદ્વેષોથી પ્રેરાઈને અંગત સ્વાર્થ માટે કરેલી તમામ શારીરિક ક્રિયાઓને ‘કર્મ' કહેવાય છે અને આવાં ક્રિયમાણ કર્મોનાં ફળસ્વરૂપે પાપપુણ્ય, સુખદુઃખ ભોગવ્યે જ છૂટકો. આવાં ક્રિયમાણ કર્મ કદાચ તાત્કાલિક ફળ ના આપી શકે તો આપણે અગાઉ જોઈ ગયાં તેમ થોડો અગર વધારે વખત સંચિત કર્મ તરીકે જમા પડ્યા રહે અને તે કાળે કરીને પાકે ત્યારે પ્રારબ્ધ બનીને કર્મફળ ભોગવાવે જ અને પછી જ શાંત થાય.
८८
કોઈ પણ ‘ક્રિયા’ને સારી અગર ખરાબ કહી શકાય નહિ. ક્રિયા સારી પણ નથી અને ખરાબ પણ નથી. બસ ‘‘ક્રિયા’' તો ‘‘ક્રિયા’' જ છે. પરંતુ જ્યારે તેમાં મનનો અહંકાર, રાગ-દ્વેષ, કામના, વાસનાનો અંશ ઉમેરાય ત્યારે તે ક્રિયાને કર્મ કહેવાય છે અને તે કર્મ સારું અગર ખરાબ કહેવાય છે અને તેથી પુણ્ય અગર પાપ બંધાય છે, જેના ફળ સ્વરૂપે સુખ અગર દુઃખ ભોગવવા જીવને દેહ ધારણ કરવો પડે છે, અને જન્મ-મરણનાં ચક્કરમાં બંધાઈ જાય છે. આ વિશ્વમાં કર્મફળનો કાયદો પ્રવર્તે છે, ક્રિયાફળનો નહિ. નાનું અજ્ઞાન બાળક અજાણતાં નાના જંતુઓ મારી નાખે તો તે માત્ર તેની ક્રિયા બની રહે છે. તેને કર્મનો કાયદો લાગુ પડતો નથી. માણસ અજાણતાં અસંખ્ય જીવજંતુઓની હિંસા કરે છે. પાણી, દૂધ, શાકભાજી, અનાજ, ઈંધન, શ્વાસોચ્છ્વાસમાં અસંખ્ય જીવજંતુઓની હિંસા કરવા છતાં જ્યાં સુધી તેની પાછળ મનની રાગદ્વેષવાળી સભાન કર્તવ્યબુદ્ધિ ભળી નથી ત્યાં સુધી તે ‘ક્રિયા' હોઈ ‘‘કર્મ'' બનતી નથી અને તેથી તે હિંસા ગણાતી નથી.
ટૂંકમાં, ‘ક્રિયા’ અને ‘કર્મ'નો તફાવત નીચે આપેલા કોઠાથી સમજી
શકાય.
શારીરિક
ઐચ્છિક
Jain Education International
ક્રિયા
શારીરિક + માનસિક
કર્મ
અનૈચ્છિક
ક્રિયમાણ સંચિત પ્રારબ્ધ
સ્વૈચ્છિક
વિચારો,
ઇરાદાઓ
વગેરે
For Private & Personal Use Only
માનસિક
અનૈચ્છિક
સ્વપ્ન,
ગભરાટ
વગેરે
www.jainelibrary.org