________________
કર્મનો સિદ્ધાંત
તમારું મન સંલગ્ન નથી હોતું અને મનના ગમા-અણગમા-રાગદ્વેષ નથી હોતા તેથી તે ગીતાની ભાષામાં કર્મ નથી.
(૨) માનસિક ક્રિયા : કેટલીક ક્રિયાઓ તમે ફક્ત મનથી જ કરો છો અને શરીરથી કરતા નથી. દા.ત., મનમાં વિચાર કરો છો. મનથી કોઈનું ભલું અગર બૂરું ઇચ્છો–મનમાં ને મનમાં તમે કોઈને ગાળો દો છો. આ બધી માનસિક ક્રિયાઓ જ્યાં સુધી શારીરિક ક્રિયામાં પરિણીત ના થાય ત્યાં સુધી તે માત્ર માનસિક ક્રિયા તરીકે જ રહે છે અને તે કર્મની વ્યાખ્યામાં આવી શકે નહિ. ક્રિયામાં હેતુવૃત્તિ કે અહંકાર ઉમેરાય ત્યારે જ તે કર્મ બને છે.
૮૭
તમે મનથી કોઈ ગુનો કરવાનો વિચાર કરો, કોઈને લાફો મારવાનો વિચાર કરો પરંતુ જ્યાં સુધી શારીરિક રીતે (Physically) તમારા હાથથી તમે તે માણસના ગાલ ઉપર તમાચો મારો નહિ ત્યાં સુધી તે કર્મ ગુનો (offence) બને નહિ, એટલા માટે ફોજદારી કાયદામાં સરકારે એક કલમ રાખેલી છે.
Intention to commit an offence is not an offence.
ગુનો કરવાનો માત્ર ઇરાદો (માત્ર માનસિક ક્રિયા) તે ગુનો (કર્મ) કહેવાય નહિ. (પૂછી જોજો કોઈ ફોજદારી વકીલને.) આ ફોજદારી કાયદો કલિયુગમાં લખાયેલો છે એટલે કલિયુગનાં વખાણ કરતા ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણમાં કહ્યું છે કે -
-
કલિયુગ કર યહ પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોઈ નહિ પાપા ।
(ઉત્તરકાંડ ૧૦૩) કલિયુગમાં માનસિક પુણ્ય કરો તો પુણ્ય થાય. પરંતુ માત્ર માનસિક પાપ કરો તો તે લાગતું નથી. એનો અર્થ એવો નથી કે માણસને માનસિક પાપ કરવાની છૂટ છે. માટે તે માનસિક પાપ કર્યા કરે તો કશો વાંધો નહિ. ખરો ભાવાર્થ એ છે કે કલિયુગમાં માણસ કદાચ ભૂલથી કંઈક ખોટો વિચાર અગર મનથી પાપ કરી બેસે પરંતુ પાપ શરીરથી કરતાં પહેલાં જો તે આ પાપી વિચાર માટે પેટ ભરીને પસ્તાવો કરે અને પરમાત્માની અંતઃકરણપૂર્વક માફી માગે તો તે પાપ તેનું માફ થઈ શકે છે. આવી વ્યવસ્થા માત્ર કલિયુગમાં છે, સતયુગમાં નથી તેવું શાસ્ત્રો કહે છે. જો માણસ જાણી-જોઈને માનસિક પાપ કરે અને તેને માટે પસ્તાવો કરવાને બદલે સતત માનસિક પાપ કરતો જ રહે તો એક વખત એવોયે આવે કે જ્યારે તેનું માનસિક પાપ તેના શરીરને ધક્કો મારીને તેને ફરજિયાત શારીરિક પાપ-ક્રિયા કરાવે જ અને તે વખતે તે ‘ક્રિયા' ‘કર્મ' બની જાય અને આવું ક્રિયમાણ કર્મ તાત્કાલિક અગર તો સંચિતમાં જમા રહીને કાળે કરીને પાકીને પ્રારબ્ધ બનીને સામી છાતીએ આવીને ઊભું જ રહે અને તે વખતે હસતાં હસતાં કરેલું પાપ તેને રોતાં રોતાં પણ ભોગવવું પડે. તેમાં છૂટકો થાય જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org