________________
કર્મનો સિદ્ધાંત
સંન્યાસી પોતાનો આત્મચિંતન, અનાસક્તિયોગ વગેરે સ્વધર્મ છોડીને ઇન્દ્રિયોની લોલુપતાને વશ થઈને ગૃહસ્થીનો ધર્મ (ખટ્રકર્મ) સ્વીકારે તો તે જરૂર ભય-દુઃખમાં આવી પડે.
-
પરમાત્માએ જે મનુષ્યનું જે સ્વધર્મ-સ્વકર્મ નિત્યકર્મ નક્કી કરેલું છે તે તેની શક્તિનો વિચાર કરીને બહુ સમજદારીપૂર્વક કરેલ છે. પરમાત્મા માણસ કરતાં ઘણા વધારે હોશિયાર છે. અરેરે ! પરમાત્માએ મારે લમણે આ કામ ક્યાં લગાડ્યું – એમ બોલીને પરમાત્માનો દોષ કાઢવો અને પોતાના સ્વધર્મનો ત્યાગ કરવો તે પરમાત્માની ઇચ્છાનો અનાદર કરવા બરાબર છે, ઈશ્વરી યોજનામાં દખલગીરી કરવા બરાબર છે અને ઈશ્વરના અધિકાર સામે પડકાર કરવા બરાબર છે. જગત સમષ્ટિના આવડા મોટા કારખાનામાં તમે તો માત્ર એક સ્પેરપાર્ટ છો અને પરમાત્માએ આ જગતના જબરદસ્ત યંત્રમાં તમને સમજી-વિચારીને જ્યાં ગોઠવ્યા છે ત્યાં જ સ્થિર રહીને તમારે જગતના માલિકનું આ મોટું યંત્ર ચલાવવામાં તમારે તમારા હિસ્સામાં આવતું નિયત કર્મ સ્વકર્મ–સ્વધર્મ-નિષ્ઠાપૂર્વક પરમાત્મા પ્રત્યેની વફાદારીપૂર્વક તેમની આજ્ઞામાં રહીને બરાબર બજાવવાનું છે. તેમાં તમારે તમારું આગવું ખોટું ડહાપણ ડહોળવાની જરૂર નથી.
૭૭
હું એલએલ.બી. પાસ કરીને વકીલ થયો, તેના કરતાં એમ.બી.બી.એસ. થઈને ડૉક્ટર થયો હોત તો હું દસગણું ધન પ્રાપ્ત કરત એવી ગાંડી વાતો કરીને આજે હવે પચાસ વર્ષની ઉંમરે વકીલાત (સ્વધર્મ) છોડીને તમે દવાખાનું ખોલીને બેસો (પરધર્મ સ્વીકારો) તો તમે ઘણાને મોતને ઘાટ ઉતારો, કારણ કે પરધર્મો ભયાવહઃ !
દરેક માણસનું સ્વકર્મ–નિયતકર્મ નક્કી થયેલું હોય છે. બાળક જન્મતાંની સાથે જ પોતાનું સ્વકર્મ-સ્વધર્મ જાણે છે. તે ભૂખ્યું થાય ત્યારે કઈ જગ્યાએ ધાવવું, કેવી રીતે ધાવવું, કેવી રીતે દૂધ ચૂસવું (sucking) તે બરાબર જાણે છે અને તેની પાછળ પરમાત્માની અલૌકિક પ્રેરણાનું બળ હોય છે. માતા તો ફક્ત પોતાનું સ્તન બાળકના મોંમાં મૂકે છે પરંતુ દૂધ ચૂસવાનું ધાવવાનું (sucking) સ્વકર્મ–સ્વધર્મ તુરતનું જન્મેલું બાળક પણ પરમાત્માની પ્રેરણાથી જાણે છે અને તે પ્રમાણે તે પોતાનું નિયતકર્મ સ્વભાવને વશ વર્તીને કરે છે. તેમાં માતાએ શીખવવાની જરૂર પડતી નથી. ઘોડાને તરસ લાગી હોય ત્યારે કેવી રીતે પાણી પીવું તે પોતાનું સ્વકર્મ-સ્વધર્મ જાણે છે અને જો તેને તરસ નહીં લાગી હોય તો તમે તેને પરાણે પાઈ શકશો જ નહિ.
You can take a horse to a stream but you cannot make him drink.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org