________________
કર્મનો સિદ્ધાંત
તું સંસારમાં જે કોઈ વિષયની રચનાત્મક ક્રિયા કરે તે જાણે કે તું પરમાત્માની પૂજા કરે છે. તું નિદ્રા લેતો હોઉં તો તે વખતે જાણે કે તું પરમાત્માના ખોળામાં માથું મૂકીને તેમનું ધ્યાન–સમાધિ કરી રહ્યો છે. તું ઑફિસમાં જાઉં કે બજારમાં જાઉં કે જ્યાં જ્યાં જાઉં અને તારા પગનો જ્યાં જ્યાં સંચાર થાય, ત્યાં ત્યાં જાણે કે તું પરમાત્માની પ્રદક્ષિણા કરી રહ્યો છે. કારણ કે પરમાત્મા દરેક જગ્યાએ વ્યાપ્ત છે અને તું ઘરમાં, ઑફિસમાં, બજારમાં વગેરે જગાએ જે કાંઈ બોલે છે, વાતચીત કરે તે તમામ વાણીમાં જાણે કે તું પરમાત્માના સ્તોત્ર બોલી રહ્યો છે. એવી ભાવનાથી જો તું તારું પ્રત્યેક કર્મ કરીશ તો તારું એકેએક કર્મ ભક્તિમય બની જશે, ભક્તિમાં પરિણીત થઈ જશે. પછી તારે કાંસી-જોડાં કૂટીને કે રાગડા તાણીને કે મંદિર-મહાદેવમાં હડીઓ-દોટો કાઢીને, ભક્તિ કરવાનો દંભ કરીને, ભગવાનને રાજી કરવાનો મિથ્યા પ્રયાસ કરવાની જરૂર નહિ રહે.
૭૬
સ્વકર્મણા તમભ્યર્થ
તારા નિયત કર્મથી જ તું ભગવાનની અભ્યર્ચના-પૂજા કર. પૂજા કરવા માટે ફૂલ-હાર, ચોખા, શીરો, પ્રસાદ વગેરે સામગ્રી નહિ હોય તો ચાલશે. તારું એકેએક કર્મ જ પૂજાની અભ્યર્ચનાની સામગ્રી છે. અભ્યર્ચના-પૂજાની ભાવના વગરના કર્મની કશી જ કિંમત નથી. એક ભંગી અભ્યર્ચનાની દૃષ્ટિથી-ભાવનાથી સફાઈનું કામ કરી રહ્યો હોય તો ભગવાનની દૃષ્ટિમાં ભંગીનું સફાઈકામ એક અતિ ઉત્તમ પરમાત્માની પૂજાનું કર્મ છે. જ્યારે બ્રાહ્મણ પૂજારીની અભ્યર્ચનાની ભાવના વગરની શિવલિંગની પૂજા એ પણ એક નકામી વેઠ છે.
પરમાત્માના આ મહાવિરાટ યંત્રમાં જગતના દરેક મામસને એક ચોક્કસ કામગીરી સોંપવામાં આવેલી છે. તેની જે-તે વખતે નક્કી થયેલી કામગીરીને જે-તે વખતનું નિયતકર્મ સ્વકર્મ—સ્વધર્મ કહેવાય છે. દરેક માણસને પોતાના સ્વકર્મમાં—સ્વધર્મમાં જાગ્રત રહીને સાવધાનીપૂર્વક કર્મ કરવાનું છે, તેવી ભગવાનની આજ્ઞા છે. પોતાનો સ્વધર્મ છોડીને નાસી જાય, બૈરા-છોકરાંને રઝળતાં કરી દે, કોઈનું કામ રઝળાવે અને જંગલમાં જઈને ધૂણી ધખાવીને બેસે કે સંન્યાસી-બાવા થઈ જાય તો તેવો પલાયનવાદી પરમાત્માની કોર્ટમાં શિક્ષાને પાત્ર છે. પરમાત્મા ગીતામાં કહે છે કે
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ।
કોઈ ગૃહસ્થાશ્રમી પોતાનો સ્વધર્મ છોડીને, બૈરા-છોકરાં મૂકીને વેપાર અગર નોકરીને ઠેબે મારીને -
નારી મૂઈ ઘરસંપત્તિ નાસી, મુંડ મુંડાઈ ભયેઉ સંન્યાસી । (ઉત્તરકાંડ ૧૦૦) એમ સ્વધર્મ છોડીને પરધર્મ (સંન્યાસીનો ધર્મ) સ્વીકારે અગર તો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org