________________
ફર્મનો સિદ્ધાંત
એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે.
આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે.
એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?'
ર
મહાત્માએ કહ્યું – એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા. પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે – ડાબા પગે – ઊભો રહી ગયો. તો મહાત્માએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર. પેલા માણસે કહ્યું, ‘શું મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું હેઠો જ પડું. હું તો જમણો પણ ઉઠાવીને બંધાઈ ગયો. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.'
મહાત્માએ કહ્યું -- ‘પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?'
પેલો માણસે કહ્યું ‘બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંધાઈ ગયો ન હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તો પણ બંધાઈ જાત પછી જમણો પગ ના ઉઠાવી શકત.
મહાત્માએ કહ્યું, ‘બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.'
એટલા માટે ભગવાને ગીતામાં બે સ્પષ્ટ આજ્ઞાઓ કરી છે : ૧. મળિ વ ધારસ્તે ।
કર્મમાં જ તારો અધિકાર છે. એટલે કે કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, मा फलेषु कदाचन ।
૨.
ફળમાં તારો અધિકાર નથી, એટલે કે ભોગવવામાં તું પરતંત્ર છે. હવે ત્રીજી આજ્ઞા સાંભળો :
૨.
मा कर्मफल हेतुर्भूः ।
ફળ મળે તો જ કર્મ કરું એ ભાવનાથી નહિ.
૩૬. (૩) ફળનો હેતુ જ લક્ષમાં રાખીને કર્મ ના કરો
આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ' થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ' થયું ગણીએ છીએ.
Jain Education International
પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org