________________
કર્મનો સિદ્ધાંત
૩૬. (૧) ક્રિયમાણ કર્મ કરવામાં માણસ સંપૂર્ણ
રીતે સ્વતંત્ર છે : મનુષ્યયોનિમાં પરમાત્માએ જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્યતર યોનિમાં એટલે કે મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે મનુષ્યતર બીજી તમામ યોનિઓ ભોગ-યોનિઓ છે. મનુષ્યતર યોનિઓમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. તેમાં નવાં ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતાં નથી. તે આપણે અગાઉ પૃષ્ઠ ૨૮ના પૅરા ૧૯ (૩)માં જોઈ ગયાં છીએ. મનુષ્ય સર્જન થવાને સ્વતંત્ર છે એટલું જ નહિ, પરંતુ તેને દુર્જન થવું હોય તો પણ તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠું બોલવું હોય તો જુઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી-યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને પરમાત્માએ સંપૂર્ણ સ્વતંત્ર બનાવ્યો છે.
મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જ બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને હું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે..
માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી છે તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. – તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય.
એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડ જ્યારે સૌપહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની - બનાવી. પછી તેણે સેલ ડેપો – વેચાણની દુકાન – ઉપર ગ્રાહકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org