________________
કર્મનો સિદ્ધાંત
અદ્વૈત થઈ જાય છે. ત્યારે તેનો છોકરો ડોસાને કડવું વચન કહે તો ડોસીનું મોટું ચડી જાય, અને દીકરાની વહુ ડોસીને કંઈક કડવું વચન કહે તો ડોસાનું મોં ચડી જાય. ડોસી-ડોસો એક થઈ ગયાં. અદ્વૈત આવી ગયું.
તે જ પ્રમાણે કર્મમાર્ગમાં જીવ કહે છે કે “હું ભગવાનનો છું.” ભગવાનની આજ્ઞા પ્રમાણે તે તેનાં કર્મ કરે છે. તેનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય. તે જીવ
જ્યારે આગળ જતાં ભક્તિમાર્ગનો અધિકારી બને ત્યારે કહે છે કે “ભગવાન મારો છે. કર્મમાર્ગમાં કહેતો હતો કે હું ભગવાનનો છું. ભક્તિમાર્ગમાં કહે છે કે
ભગવાન મારો છે.” ભક્ત કહે તે પ્રમાણે ભગવાનને કરવું પડે. ભક્ત કહે મારો રથ હાંકો તો ભગવાનને રથ હાંકવો પડે અને તેના થાકેલા ઘોડાઓને ભગવાન જાતે નવડાવે. ભક્ત કહે કે મારી દીકરીનું મોસાળું કરવાનું છે માટે બધી જ સામગ્રી લઈને આવજો તો ભગવાનને આવવું જ પડે. ભક્ત હૂંડી લખે તો ભગવાનને સ્વીકારવી જ પડે.
કર્મમાર્ગમાં અને ભક્તિમાર્ગમાં કૈત છે. (હું અને ભગવાન) કર્મમાર્ગી કહે છે કે હું ભગવાનનો છું.” ભક્ત કહે છે કે “ભગવાન મારો છે.' જ્ઞાનમાર્ગમાં ભગવાન અને જીવ એક થઈ જાય છે. જ્ઞાની કહે છે કે, “અહં બ્રહ્માસ્મિ...' હું બ્રહ્મ છું. જીવ અને ભગવાન અદ્વૈત થઈ જાય છે.
ઉપર પ્રમાણે કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ દ્વારા અધિકાર પરત્વે જીવ તેના અનુક્રમે ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીને પરમાત્માને - મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો જીવ માત્રનો અધિકાર છે. આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને સનાતન સુખની પ્રાપ્તિ એટલે મોક્ષ.
સર્વેડત્ર સુખીનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુઃખમાપ્નયાત્ |
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org