________________
કર્મનો સિદ્ધાંત
મરી જાય. વાંદરી પોતાના બાળકને ઝાલતી નથી, બાળક પોતાની માને ચપસીને પકડી રાખે છે. બિલાડીને બિલાડીનું બાળક જેટલું વહાલું છે તેટલું જ વાંદરીને વાંદરીનું બચ્ચું વહાલું છે. એમના વાત્સલ્યમાં કોઈ ફેર નથી છતાં બંનેના પોતાના બાળક પ્રત્યેના વર્તાવમાં ફેર પડે છે.
બાપ નાના બાળકને કેડમાં ઘાલીને ફરે છે પરંતુ મોટા બાળકને આંગળીએ વળગાડીને ફરે છે અને બાળક મોટો યુવાન થાય અને બાપ વૃદ્ધ થાય તો યુવાન છોકરો તેના બાપને આંગળીએ વળગાડીને દોરે છે. ગોસ્વામીજી ભગવાનના શબ્દોમાં કહે છે કે –
મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાનિ. જ્ઞાની મારો મોટો દીકરો છે. ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનું ધ્યાન કરે છે, જ્યારે ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે છતાં બંને ઉપર ભગવાનની કૃપા છે. ૩૫. ત્રણેય માર્ગ ઉપર ચાલનાર જીવનો ભવગાન સાથેનો
વ્યવહાર અલગ અલગ હોય છે : કર્મમાર્ગ ઉપર ચાલનાર જીવ કહે છે, “હું ભગવાનનો છું.” ભક્તિમાર્ગ ઉપર ચાલનાર જીવ કહે છે કે “ભગવાન મારો છે અને જ્ઞાનમાર્ગ ઉપર ચાલનાર કહે છે કે “હું અને ભગવાન એક છીએ.”
એક સ્ત્રી યુવાવસ્થામાં પરણીને સાસરે જાય છે. તે કહે છે કે હું મારા ધણીની છું. ધણી કહે તેમ કરે. ધણી કહે કે બટાકાનું શાક કરો તો બટાકાનું શાક કરે અને ભીંડાનું શાક કરો એમ કહે તો ભીંડાનું શાક કરે. અમુક રંગની સાડી પહેરો એમ કહે તો તેમ કરે, અમુકને ઘેર જવાનું છે તેમ કહે તો સ્ત્રી તેને ઘેર જાય. અમુકને ઘેર નથી જવાનું તેમ ધણી કહે તો સ્ત્રી તેને ઘેર ન જાય. ધણી કહે તેમ જ અને તેટલું જ કરે. તે સ્ત્રી કહે છે કે, “હું ધણીની છું. પરંતુ આ સ્ત્રી જ્યારે આધેડ ઉંમરની બે-ત્રણ બાળકોની મા બને ત્યારે તે એમ કહે છે કે, “ધણી મારો છે.” તે સ્ત્રી કહે કે અમુક વસ્તુ લાવવાની છે, તો ધણીને તે લાવી આપવી પડે અને સ્ત્રી કહે કે અમુક વસ્તુ નથી લાવવાની તો તેનો ધણી તે વસ્તુ ના લાવી શકે. તે સ્ત્રી કહે કે અમુક જગ્યાએ જો તો ધણીને જવું પડે અને કહે કે અમુક જગ્યાએ ના જશો તો તેનો ધણી ત્યાં ના જાય. આ સ્ત્રી પરણી ત્યારે કહેતી હતી કે, “હું ધણીની છું.” તે જ સ્ત્રી આધેડ ઉંમરની થતાં અવસ્થાભેદે એમ કહે છે કે “ધણી મારો છે.” આ સ્ત્રી જ્યારે ડોસી થાય છે અને તેનો ધણી ડોસો થાય છે ત્યારે ડોસી-ડોસો બંને એક થઈ જાય અને કહે કે હું અને મારો ધણી એક છીએ. પહેલાં કહેતી કે “હું ધણીની છું.” પછી કહેવા લાગી કે “ધણી મારો છે.” હવે કહે છે કે “ધણી અને હું એક છીએ.” તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org