________________
કર્મનો સિદ્ધાંત
કે હજાર રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરીને વ્યાસપીઠ પર બેઠા હોય છે અને આખો દિવસ ભાગવત્ વાંચતાં વાંચતાં પણ તેમનો જીવ તો કેટલાં કેળાં આવ્યાં, કેટલાં નાળિયેર આવ્યાં, કેટલા રૂપિયા પોથી ઉપર આવ્યા અને કેટલાં બ્લાઉઝપીસ ગોરાણી માટે અને પોતાને માટે કેટલાં થેપાડાં અને માદરપાટ આવ્યાં તેમાં જીવ ભરાઈ પડેલો હોય છે. આ દશા બિચારા શુકદેવજીની હોય છે. જ્યારે પરીક્ષિતની (જેણે આજે ભાગવત્ સપ્તાહ બેસાડી છે તેમની)દશા તો તેથી પણ ખરાબ છે.
પરીક્ષિત તો પગ વાળીને કથા સાંભળવા બેસી જ શકતો નથી. એ તો બિચારો હાંફળો-ફાંફળો કેટલા વેવાઈ આવ્યા, કેટલી વેવાણો આવી, કેટલી દીકરીઓ આવી, કેટલા જમાઈ રિસાયા, મનાયા અને જમાડવામાં કેટલો મગસ વપરાયો તથા કેટલા ડબ્બા તેલ વપરાયું અને હજુ બ્રાહ્મણોને કેટલી દક્ષિણા આપવી પડશે એની ચિંતામાં ને ચિંતામાં બિચારો સાત દિવસમાં થાકીને લોથપોથ થઈ જાય છે.
આજે જ્યાં શુકદેવજીની અને પરીક્ષિતની બિચારાની આવી દશા હોય ત્યાં શ્રીમદ્ ભાગવત કોનો મોક્ષ કરે તે તમે જ કહો. બાકી શ્રીમદ્ ભાગવતની તો આજે પણ તાકાત છે કે માત્ર પરીક્ષિત જેવા સંસ્કારી જીવનો તો શું પરંતુ ધુંધુકારી જેવા પ્રેત, પિશાચનો પણ તે મોક્ષ કરી શકે ! - જ્ઞાન પ્રાપ્ત થવું અને તેનાથી તમામ સંચિત કર્મોને જ ભસ્મસાત્ કરવા તે ચણા-મમરા ફાકવા જેવું સહેલું કામ નથી. તેને માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. ૩૩. મોક્ષમાર્ગમાં જતાં કોણ રોકે છે ?
ભૌતિક નિયમ પ્રમાણે સ્થિર વસ્તુ જ્યાં સુધી તેની સ્થિરતાની વિરુદ્ધ કોઈ બળ કામ ના કરે ત્યાં સુધી સદાકાળ સ્થિર રહે છે. એવી જ રીતે એક વખત ગતિમાન થયેલા પદાર્થની તેની ગતિ અવરોધવા કોઈ બળ કામ ના કરે તો તે ગતિમાન પદાર્થ સદાકાળ ગતિમાન રહે છે. આને વૈજ્ઞાનિકો “સ્થિતિ-સાતત્ય (Inertia)નો સિદ્ધાંત કહે છે.
અવકાશ તરફ ગતિમાન થનારી કોઈ પણ ચીજ સતત અવકાશ તરફ ગતિમાન રહી શકતી નથી, કારણ કે પૃથ્વીનું કેન્દ્રવર્તીય ખેંચાણ તેને પોતાના તરફ આકર્ષતું હોવાથી તેની ગતિ રોકાય છે, અટકાય છે, અને અવરોધાય છે, ને છેવટે શૂન્ય થઈ જાય છે અને તે પદાર્થ પાછો પૃથ્વી ઉપર જ પડે છે.
આ જ નિયમ, આધિ-ભૌતિક વિજ્ઞાનમાં પણ કામ કરે છે. આપણા ચૈતન્યને પણ આવું જ આકર્ષણનું ખેંચાણ છે. પરંતુ તે ખેંચાણ પૃથ્વીના કેન્દ્રબિંદુનું નથી. તે ખેંચાણ આપણી ભૌતિક આસક્તિઓનું છે. આપણે તેનાથી જ ભારે છીએ. સ્ત્રી, પુત્રાદિક, બંગલા, મોટરો વગેરે ભૌતિક પદાર્થોના બોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org