________________
કર્મનો સિદ્ધાંત
પ૩ જંગલોનાં ક્ષેત્રફળ ગોખી નાખો કે ઑસ્ટ્રેલિયાની સોનાની તમામ ખાણોના ઉત્પાદનના આંકડા જાણી લો કે ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે અનેક દેશોનાં બંધારણ (Constitutions)નો અભ્યાસ કરો તો તે જ્ઞાન ના કહેવાય. એ તો માત્ર માહિતી (Information) કહેવાય.
જ્ઞાનનાં લક્ષણો તો ભગવદ્ ગીતાના ૧૩મા અધ્યાયના ૭ થી ૧૧ (પાંચ) શ્લોકમાં આપેલાં છે. તેમાં પોણા પાંચ શ્લોકમાં જ્ઞાનનાં લક્ષણ આપેલાં છે અને માત્ર ૧/૪ શ્લોકમાં અજ્ઞાન શું તે જણાવ્યું છે, જે નીચે પ્રમાણે છે :
અમાનિત્વે અદંભિત્વ અહિંસા ક્ષાન્તિરાર્જવા આચાર્યો પાસાં શૌચં સ્વૈર્ય આત્મવિનિગ્રહઃ આશા ઇક્રિયાર્થીષ વૈરાગ્યે અનહંકાર એવ ચ |
જન્મમૃત્યુંજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ l૮ અસક્તિ અનભિન્કંગઃ પુત્રદારાગૃહાદિષ.
નિત્યં ચ સમચિત્તતં ઇષ્ટાનિસ્ટોપપરિષ પહેલા મયિ ચાનજયોગેન ભક્તિ અવ્યભિચારિણી !
વિવિક્તદેશસેવિત્વ અરતિર્જનસંસદિ ll૧૦ અધ્યાત્મજ્ઞાનનિત્યતં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ એતદ્ જ્ઞાનમિતિ પ્રોક્ત અજ્ઞાન યદતોડન્યથા ll૧૧il.
(ગી. ૧૩/૭-૧૧) અમાનિત્વ-અદંભિત્વ-નિરભિમાનપણું-નિર્દભપણું વગેરે જે ગુણો (Qualifications) ઉપરના પોણા પાંચ શ્લોકોમાં જણાવેલ છે કે જેનામાં હોય તે જ્ઞાની કહેવાય અને તે સિવાયનું બાકીનું તમામ અજ્ઞાન કહેવાય.
આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા શુદ્ધ વૈરાગ્યવાન અંતઃકરણ જોઈએ અને એવું જ્ઞાન મેળવવા સતત પુરુષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ કાયદાનો હેતુ છે.
મરણકાંઠે બેઠેલા પરીક્ષિતે શુકદેવજી પાસેથી સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સાંભળીને મોક્ષ પ્રાપ્ત કર્યો. શ્રીમદ્ ભાગવતમાં એ તાકાત છે કે હજુ આજે પણ તે સાત દિવસમાં જીવનો મોક્ષ કરી શકે, પરંતુ તેને સંભળાવનાર શુકદેવજી જેવો જ્ઞાની હોવો જોઈએ અને તેને સાંભળનાર પરીક્ષિત જેવો વૈરાગ્યવાન હોવો જોઈએ.
આપણે અનેક વખત ભાગવત સપ્તાહમાં ગયા છીએ અને ભાગવત્ સાંભળ્યું છે, પરંતુ હજુ સુધી મારો કે તમારો મોક્ષ થયો નથી કે થતો નથી. તેનું કારણ કાં તો ભાગવત કહેનાર–વાંચનાર ડફોળ અગર તો તે સાંભળનાર ડફોળ. આજે તો મોટે ભાગે ભાગવત્ સંભળાવનાર–વાંચનાર શુકદેવજી બિચારા પાંચસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org