________________
કર્મનો સિદ્ધાંત Distilled water = Crystal Clear Water હોય છે. તે વાદળમાં ક્ષોભ થવાથી બિંદુઓ છૂટાં પડીને પૃથ્વી ઉપર પડે છે. આકાશમાંથી પૃથ્વી ઉપર આવતાં એમાં ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે ભળે છે. પૃથ્વીને અડકતાં તે બિંદુઓ ધૂળમાં ભળી મલિન બને છે. એવાં અનેક બિંદુઓ મળીને નદી થાય છે. અને પૃથ્વીના અનેક ક્ષારો મલિન તત્ત્વો ભેગાં કરતાં કરતાં સમુદ્રને મળે છે. ત્યારે તો સમુદ્રનાં પાણી ખારાં દવ થઈ ગયાં હોય છે. પછી જ્યારે સૂર્યનાં પ્રખર કિરણોના તાપથી બાષ્પીભવન થાય ત્યારે જ ઊર્ધ્વગતિ થઈને વાદળરૂપે તેમનાં અસલ સ્થાને પવિત્ર બને છે. એ જ પ્રકારે જીવ બ્રહ્મમાંથી છુટો પડેલો છે. તે જગતની માયાના સંપર્કમાં અવિદ્યાવશ મલિનતાને પ્રાપ્ત કરે છે.
ભૂમિ પરત ભા ડાબર પાની | જીમી જીવટી માયા લપટાની || ગોસ્વામીજી રામાયણમાં આ વાતને એક જ લીટીમાં સમજાવે છે :
સિંહની માફક કોઈ સમર્થ ગુરુ સિંહના બચ્ચારૂપી જીવને મળે તો જ તેને સાચા સ્વરૂપનું ભાન થાય, પછી તે તેનાં તમામ કર્મોના ભયથી મુક્ત બની જાય છે.
ગોસ્વામીજી આ જ વાતને રામાયણમાં લખે છે કે – ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી . સો માયાબશ ભયઊ ગોસાઈ, બથ્થો કીર મર્કટકી નાઈ છે (ઉત્તરકાંડ ૧૧૭)
અરે ! તું સિંહનું બચ્યું છે. તું ઘેટું નથી. તું સત્, ચિત્, આનંદસ્વરૂપ છે. આ દેહ તારું સ્વરૂપ નથી. એવું જ્ઞાન કોઈ સમર્થ ગુરુ કરાવે તો જ બેડો પાર થાય. સ્વરૂપનું જ્ઞાન થતાં જ સંચિત કર્મો તાત્કાલિક ભસ્મ થઈ જાય છે. આ વાત આપણા સર્વના અનુભવથી પણ સિદ્ધ કરી શકાય.
એક માણસ રાત્રે ૧૨ વાગ્યા સુધી તેની પત્ની સાથે વાતો કરતો હતો અને પછી તેની આંખ મળી ગઈ. તેને ઊંઘ આવી. તરત જ તેને સ્વપ્ન શરૂ થયું. સ્વપ્નમાં તેણે એક માણસનું ખૂન કરી નાખ્યું, તેનો ત્રણ વરસ સુધી કેસ ચાલ્યો. રાત્રે બાર અને સાડા બારની વચમાં.) પછી આ માણસને દસ વરસની સખત જેલની સજા થઈ. તે કેદમાં પડ્યો. (ખરેખર તો તે પથારીમાં બે ગોદડાં પાથરી પડ્યો હતો.) જેલર તેને દરરોજ બરડામાં કોરડાના ફટકા લગાવતો હતો તેથી તેનો બરડો દરરોજ લોહીલુહાણ થઈ જતો હતો. આ રીતે ત્રણ વરસની સજા તો તેણે ભોગવી. (રાત્રે બાર અને સાડા બારની વચમાં.).
એક દિવસ જેલરે ખૂબ ગુસ્સામાં આવીને તેને બરડામાં બહુ સખત કોરડા ફટકાર્યા અને આ માણસ “ઓ બાપ રે” કરીને રાડ પાડીને ભાગી ગયો. તેની પત્નીએ ગભરાઈને પૂછ્યું કે શું થયું? તો તેણે કહ્યું કે મારા બરડા સામું તો જો, તે કેવો લોહીલુહાણ થઈ ગયો છે ! - તેની પત્નીએ કહ્યું કે તમે તો પથારીમાં બે ગોદડાં પાથરીને સૂતા છો અને કર્મ–૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org