________________
કર્મનો સિદ્ધાંત
૩૧. જ્ઞાનાગ્નિ કેવી રીતે પ્રગટ થાય ?
જીવ પોતાના અસલ સ્વરૂપને ભૂલી ગયો છે, જીવ બ્રહ્મનો જ અંશ છે. બ્રહ્મ સત્, ચિત્, આનંદસ્વરૂપ છે, માટે જીવ પણ સત, ચિત્, આનંદસ્વરૂપ જ છે. પરંતુ જીવને તેનું ભાન નથી. તેથી જન્મ-મરણના ચક્કરમાં ભટકાય છે. ભગવાન ગીતામાં કહે છે કે -
મૌવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ (ગી. ૧૫/૭) જીવ બ્રહ્મનો અંશ હોવા છતાં, મુક્ત હોવા છતાં, માયાના વશમાં આવી જઈને બદ્ધ થઈ ગયો છે.
જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય તેનું જ નામ જ્ઞાન. અને જ્ઞાન થતાંની સાથે જ તેનાં તમામ સંચિત કર્મો બળીને સાફ થઈ જાય. જીવને સ્વરૂપનું ભાન થવું બહુ કઠણ છે. તે તો કોઈ સમર્થ ગુરુ મળે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય.
સિંહનું એક નાનું બચ્ચું જન્મતાંની સાથે જ તેની માથી વિખૂટું પડી ગયું. ઘેટાંના એક ટોળાના માલિક ભરવાડે આ બચ્ચાને ઘેટાંના ટોળા ભેગું ઉછેરીને મોટું કર્યું. આ સિંહનું બચ્ચું કાયમ ઘેટાંના ટોળા ભેગું ફરતું હતું. અને અજ્ઞાનને વશ થઈને પોતાની જાતને ઘેટું જ માનવા લાગ્યું. હું ઘેટું જ છું, તેવી તેની દૃઢ માન્યતા બંધાઈ ગયેલી. એક વખત એક સિંહ ફરતો ફરતો ઘેટાંના ટોળા નજીક આવ્યો, જેમાં આ સિંહનું બચ્યું હતું. સિંહને જોઈને ઘેટાંનું ટોળું ભાગ્યું. પેલા સિંહને આશ્ચર્ય થયું કે આ બધાં ઘેટાં ભેગું મારી જાતનું આ સિંહનું બચ્ચું ઘેટાંની માફક કેમ ભાગે છે. સિંહે પેલાં બધાં ઘેટાંને જતાં કર્યા અને સિંહના બચ્ચાને જ પકડ્યું. સિંહનું બચ્ચું કરગરવા માંડ્યું કે ભાઈસા'બ હું ઘેટું છું અને મને મારી ના નાખશો.
સિંહે કહ્યું : અરે ભાઈ, તું ઘેટું નથી. તું તો મારી જાતનું સિંહનું બચ્યું છે. તારે મારાથી ડરવાનું ના હોય. હું તને મારી ખાઉં નહિ.
પરંતુ સિંહનું બચ્ચું માન્યું નહિ. તેને વિશ્વાસ પડ્યો નહિ. તે તો એમ જ કહેવા લાગ્યું કે હું ઘેટું જ છું, ઘેટું જ છું. મને ના મારશો.
પછી પેલો સિંહ તેને એક તળાવના કિનારે લઈ ગયો અને કહ્યું કે આ તળાવના પાણીમાં તારું મોં જો. તારું ને મારું મોં એકસરખું આવે છે કે નહિ? હું ત્રાડ નાખું એવી ત્રાડ તું નાખ.
પેલા બચ્ચાએ સિંહના જેવી ત્રાડ નાખી. તેને તેના અસલ સ્વરૂપનું ભાન થયું. તે જ વખતે ભયમુક્ત થઈ ગયું અને સિંહની સાથે ચાલ્યું ગયું. બસ, બરાબર એ જ દશા જીવની છે.
જેમ સૂર્યમાંથી કિરણો છૂટાં પડીને સમગ્ર જગતમાં ફેલાય છે તેમ જીવ પણ અનાદિકાળથી બ્રહ્મથી છૂટો પડી ગયો છે. વાદળમાં રહેલું પાણી બિલકુલ ચોખ્ખું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org