________________
કર્મનો સિદ્ધાંત
ચારીઓની યાદી આપી છે. તે નીચે પ્રમાણે વાંચી જાઓ :
હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ,
તો નામરટણનું ફળ નવ પામે, ને ભવરોગ ટળાય નહિ. '/ (૧) પહેલું પથ્ય અસત્ય ન વધવું.
(૨) નિંદા કોઈની થાય નહિ. V(૩) નિજ નવ વખાણ કરવાં નહિ સુણવાં.
(૪) વ્યસન કશુંય કરાય નહિ. - (૫) પરધનને પથ્થર સમ લેખી કદી તે લેવાય નહિ. V(ક) પરસ્ત્રીને માતા સમ લેખી કદી કુદૃષ્ટિ કરાય નહિ. V (૭) કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહિ. V(૮) હું મોટો મુજને સહુ પૂજે એ અભિમાન ધરાય નહિ.
આ ભક્ત કવિએ તો ચરીઓની મોટી યાદી આપેલી છે. તેમાંથી થોડીક ચરીઓ ઉપર જણાવી છે તે તમામ અગર તે પૈકીની એક પણ ચરી જો માણસ ચુસ્તપણે પાળે તો તે માણસને નામજપની રામબાણ દવા લાગુ પડે અને પ્રારબ્ધ ભોગવવામાં ઘણી રાહત મળે. પરંતુ મારો અને તમારો અનુભવ છે કે આમાંની એક પણ ચરી આપણે ચુસ્તપણે પાળી શકતા નથી, તેથી આપણને પ્રારબ્ધ ભોગવવામાં રાહત મળતી નથી.
ઉપર્યુક્ત ચરી પાળનારા જીવો જગતમાં કરોડે કોક જ હશે. જો ઉપરની ચરીઓ ના પાળીએ તો આખી જિંદગી રામનામ લીધા કરીએ અગર લખ્યા કરીએ તો તે બધું નિરર્થક છે, ઊલટાનું તેનાથી માણસમાં Hypocrisy અગર મિથ્યાચાર આવી જાય છે અને તે તેને નુકસાન કરે છે. માત્ર રામનામ લેવાથી જ જો જીવનો ઉદ્ધાર થતો હોય તો રામનામવાળી ટેપરેકર્ડ અથવા ગ્રામોફોન રેકર્ડનો જ પહેલો ઉદ્ધાર થઈ જાય. ઘણા માણસો આખી જિંદગી રામનામ લીધા કરે છે અને વ્યવહારમાં તેની ઉપર મુજબની ચરી પાળતા નથી, તેમનો કદાપિ ઉદ્ધાર થતો નથી અને થવાનો પણ નથી. અખો ભક્ત સાચું કહે છે કે
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. તોય તેનો ભવરોગ મટે નહિ, કારણ કે તેને ઉપર્યુક્ત ચરીઓ પાળવી જ નથી. માણસ જે પહેલેથી ઉપર્યુક્ત ચરીઓ પાળે તો તેને રોગ થાય જ નહિ, એટલે દવાની તેને જરૂર જ ના રહે. અને ચરી ના પાળે તો તો પછી દવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org