________________
કર્મનો સિદ્ધાંત
૪૧ ભગભગાવીશ. તો હનુમાનજી એમ જ કહે કે હું એવો કાકો મટીને ભત્રીજો થવા માંગતો નથી. માટે આવી બાધા રાખી ખોટા ફસાવું નહિ.
જે માણસ સીધી રીતે રસ્તા ઉપર ચાલતો હોય તેને ખરાબમાં ખરાબ પોલીસવાળો પણ સતાવી શકતો નથી. પણ જે માણસ રસ્તા ઉપર ચોરી કરવા નીકળ્યો હશે, તે તો પોલીસથી ડરતો જ રહેશે અને ચોરી કરશે તો પોલીસ તેને પકડ્યા વિના છોડશે નહિ.
અમદાવાદથી મુંબઈની ટિકિટ લઈને તમે ગાડીમાં બેઠા હશો તો તમે આખી રાત સૂતાં સૂતાં સુખેથી મુંબઈ પહોંચી જશો, પરંતુ જો ટિકિટ લીધા વગર બેઠા હશો તો જેટલી વખત સ્ટેશન આવશે અને ડબામાં જે કોઈ પણ માણસ ચઢશે તેમાં તમને ટી.ટી. જ દેખાશે. તમે અભય પ્રાપ્ત કરી શકશો નહિ. માટે જે કંઈ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તે તમે જ કરેલાં ક્રિયમાણનું પરિણામ છે અને તે તમારે નેકદિલીથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડોઅવળો પ્રયત્ન કરવો નહિ. શુભ કર્મમાં પ્રવૃત્ત રહેનારને પ્રારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય છે જ. ૨૭. નામસ્મરણ-રામનામનો જપ પ્રારબ્ધ ભોગવવામાં
શી મદદ કરે ?
ઈષ્ટદેવનું સ્મરણ-જ૫ જીવને પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ મદદ કરે છે, તેમ શાસ્ત્રો અને સંતો કહે છે. રામનામ તો સંસારચક્રમાં ફસાયેલા જીવને ભવસાગરમાંથી મુક્તિ અપાવે છે તેવું સંતો કહે છે. નામજપ તો રામબાણ ઔષધ છે. જેનાથી જીવનો મોટામાં મોટો રોગ જેને “ભવરોગ” કહે છે તે મટી જાય છે. આ વાત સાચી છે. પરંતુ નામ-જપ તો રામબાણ દવા છે તે આયુર્વેદિક દવા જેવી છે. એલોપેથિક દવા કરતા હો તો તેમાં ચરી-પથ્ય પાળવાનું હોતું નથી. તમે તમારે ઈજેક્શન લીધા કરો, ગોળીઓ ખાયા કરો અને સાથે તેલ, મરચું, આંબલી પણ ખાધા કરો. એલોપેથિકમાં ચરી પાળવાનો આગ્રહ હોતો નથી, પરંતુ આયુર્વેદિક દવામાં બહુ જ કડક ચરી પાળવી પડે અને ચરી પાળવામાં જરા પણ ચૂક થઈ જાય તો તે દવા ફૂટી નીકળે અને દર્દીને ઊલટી અવક્રિયા કરે. એલોપેથિક દવા દર્દને દબાવે અને તાત્કાલિક રાહત આપે. પરંતુ રોગને જડમૂળમાંથી ઉખાડી શકે નહિ, જ્યારે આયુર્વેદિક દવા કડક ચરી પળાવે અને ધીમે ધીમે પણ રોગને જડમૂળમાંથી કાઢે.
રામનામ પણ આવું અમોઘ રામબાણ આયુર્વેદિક ઔષધ જેવું છે. જીવને જે ભવરોગ લાગુ પડ્યો છે તેનો તે જડમૂળમાંથી જ નાશ કરે અને જીવને ફરીથી પ્રારબ્ધ ભોગવવા જન્મમરણના ચક્કરમાં પડવા ન દે તેનો મોક્ષ જ કરાવે. પરંતુ તે ઔષધ વાપરવામાં કડક ચરી પાળવી પડે. એક ભક્ત કવિએ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org