________________
કર્મનો સિદ્ધાંત પૂરેપૂરા ખલાસ ના થાય ત્યાં સુધી તે કોઠીના નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળે. પરંતુ મારે અકળાવાની જરૂર નથી. જ્યારે તમારી કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે પછી તમારે કોદરા ખાવાનો વખત આવવાનો જ છે, તે ચોક્કસ છે. અને મારી કોઠીના પહેલા સંચિત થયેલા કોદરા ખલાસ થઈ જશે, એટલે મેં હાલમાં નાંખેલા ઘઉં આવવાની શરૂઆત થશે જ. પછીથી તમે જ્યારે કોદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ. પરંતુ તે માટે મારે થોડી ધીરજ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કર્મના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ. * બૅન્કના મેનેજર મારો નિકટનો સગો થાય છે અને તેની સાથે મારે ઘણો જ મીઠો સંબંધ છે છતાં હું માત્ર પાંચ જ રૂપિયાનો ચેક બૅન્કમાં મોકલું તો તે સ્વીકારતો નથી. જ્યારે તમારે તે બૅન્કના મેનેજર સાથે સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક પણ તે સ્વીકારે છે, કારણ કે મારી પાસે બેન્કના એકાઉન્ટમાં સંચિત-બેલેન્સ જ નથી જ્યારે તમારી મોટી રકમ સંચિત બેલેન્સમાં જમા પડેલી છે. તેથી મારે બૅન્કના મેનેજર પર ખોટું ન લગાડાય. પરંતુ મારે કેડ બાંધીને મારાં પુણ્યકર્મો સંચિતમાં જમા કરાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. ૯. કર્મ ફળ આપીને જ શાંત થાયઃ
ધારો કે એક માણસે પાપકર્મ કર્યું. એના ફળસ્વરૂપે તેનું એક દિવસ ભૂખ્યા ટિચાવાનું પ્રારબ્ધ નિર્માણ થયું. આ પ્રારબ્ધ તેને કોઈ પણ સંજોગોમાં છોડે નહિ. પ્રારબ્ધ ભોગવ્યા સિવાય ક્રિયમાણ કર્મ શાંત થાય જ નહિ.
હવે જો તે સત્ત્વગુણી હોય તો તે એકાદશીનું વ્રત કરે, આખો દિવસ નારાયણનું સ્મરણ કરે, અને ઉપવાસ કરે અને તે પ્રમાણે તે પ્રારબ્ધ ભોગવી લે.
જો તે માણસ રજોગુણી હોય તો એક દિવસ તેની બૈરી-છોકરાં બધાં માંદાં પડે, તેમને દવાખાને લઈ જાય. બાર વાગ્યા સુધી દવાખાનામાં ભરાઈ પડે. પછી ભૂખ્યો-તરસ્યો મોડો મોડો ઑફિસમાં નોકરીએ દોડી જાય, રાત્રે મોડો ઘેર આવે તો બૈરી-છોકરાં વધારે બીમાર દેખે. તેમની સેવા કરતાં કરતાં ભૂખ્યો રાત્રે સૂઈ જાય અને તે એક દિવસ ભૂખે ટિચાવાનું પ્રારબ્ધ ભોગવી લે.
જો તે માણસ તમોગુણી જીવ હોય તો તે બપોરે જમવા બેસતાં જ રસોઈ ખરાબ થઈ છે તેમ કહીને થાળી પછાડીને બૈરી સાથે ઝઘડો કરે, મારઝૂડ કરીને ભૂખ્યો-તરસ્યો ઑફિસે નોકરીએ જાય, ત્યાં પણ બધાં સાથે ઝઘડે. રાત્રે ફરી પાછો ઘેર આવી બૈરી-છોકરાંને મારઝૂડ કરીને ભૂખ્યા સૂઈ રહેવાનું કરે અને તે એક દિવસ ભૂખ્યા ટિચાવાનું પ્રારબ્ધ ભોગવી લે.
સત્ત્વગુણી જીવ વ્રત-ઉપવાસ કરીને એક દિવસ ભૂખ્યા રહેવાનું પ્રારબ્ધ ભોગવી લે અને સાથે સાથે પુણ્ય પ્રાપ્ત કરી લે, જેનાથી તેનું નવું ક્રિયમાણ બંધાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org