________________
શ્રી નાની સાધુ વંદના સાધુજીને વંદણા નિત નિત કીજે, પ્રહ ઉગમતે સુર રે પ્રાણી; નીચ ગતિમાં તે નવિ જાવે, પામે રિદ્ધિ-ભરપૂર રે પ્રાણી...સા. ૧ મેટા તે પંચ મહાવ્રત પાળે, છકાયનાં પ્રતિપાળ રે પ્રાણી; ભ્રમર ભિક્ષા મુનિ સુઝતિ લેવે, દોષ બેંતાલીશ ટાળ રે પ્રાણીસા. ૨ રિદ્ધિ સંપદા મુનિ કારમી જાણી, દીધી સંસારને પુંઠ રે પ્રાણી, એરે પુરૂષોની અંદગી કરતાં, આઠે કરમ જાય તુટ રે પ્રાણીસા ૩. એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાનભંડાર રે પ્રાણી, એક એક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી. એના ગુણનો નાવે પાર રે પ્રાણી સા. ૪ ગુણ સત્તાવીશ કરીને દીપે, જીત્યા પરિસહ બાવીશ રે પ્રાણી, બાવન તે અનાચારણ ટાળે, તેને નમાવું મારૂં શીશ રે પ્રાણી...સા૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW