SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૦ પરમગુરૂ શ્રી અરિહંત દેવાદિના સામર્થ્યથી આ રીતે મને વારંવાર મહાન અનુમોદના પ્રાપ્ત થયા કરો. હું સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઇચ્છું છું. આ જ મારા જીવનનું ઉત્તમ આસેવન છે, હે જગતના ગુરુ ! મારૂં બાકોનું જીવન પણ આ રીતે તમારી કૃપાથી દુષ્કતની ગમાં, સુકૃતેને સેવવામાં જ પ્રસાર થઈ જાઓ એમ સતત ઝંખું છું. (૧૨) હવે મને વિશ્વની અશરણતા સમજાઈ છે, મારા સુખના સાધન તરીકે જેને જેને મેં માન્યા હતા તે બધાયને મેં શરણ્ય માન્યા પણ અનુભવની થપ્પડોએ મને એ વાત સમજાવી દીધી કે એમાનું એકેય મારું શરણ નથી, પુન્યના ગે કદાચ આ જીવનમાં કંચન, કામિની વિગેરે મને સુખ, આપી દે પછી શું? કરડે જેટલું ધન ભેગું કરી લઉં કિન્તુ એક પૈસે પણ મારી સાથે ભવાંતરમાં આવનાર ન હોય તે તે કરેડની કિંમત શી? મકાનની સાડા ત્રણ હાથની જગ્યા પણ ભવાંતરમાં સાથે ન આવે તે તે મકાનેને મારા શરણભૂત શી રીતે માનવા? આજે કઈ દિવસ પેટમાં શુળ ઉપડે, આંખમાં આગ, ઉકે, કે બીજી કઈ કારમી વેદના ઉત્પન્ન થાય અને મારા સ્વજને તેને લઈ પણ ન શકે તે તેને મારે શી રીતે. શરણભૂત માનવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy