SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સખ દોર્ય તો સજ્જનનું આભૂષણ છે. ગમે તે વાયુ વિઝાય ત્યારે હજુ વૃક્ષે કંપી જાય પણ પર્વની ધીરજમાં કંપ કે? તને તે દેવાધિદેવના ચરણ ચૂમવા મલ્યા છે. તેને નામ જપ પ્રાપ્ત થયું છે. હવે ક્યી વાતની અધીરાઈ કરવાની ! - વેદના તે હવે તારા માટે ઉપકાર રૂપ બની છે કેમકે એણે જ તને દેવાધિદેવનું દર્શન કરાવ્યું છે માટે હવે ધીરજ ધરીને ગાણાં ગાયા કર અનંત ગુણીના. પછી વેદના ગઈ જ સમજજે. (૬) સમગ્ર જગતમાં કર્મને મહાત કરનાર એક માત્ર ધર્મ છે. કર્મની સાથે બાથ ભીડી શકે એવું એના સિવાય બીજું કઈ તત્વ નથી. કે ગમે તેટલું બળવાન હોય પણ ધર્મ એથી ય વધુ બળવાન છે. કુળવાન છે. એક પળમાં જ અનંત કમની રાશિને ધર્મ બાળીને રાખ કરી નાખવા સમર્થ છે. ઘાસની જબરદસ્ત ગંજી સામે અગ્નિને એક જ કણ બસ નથી થઈ પડતું? હમણું તારી પાસે બાહ્ય તપની શક્તિ નથી. વિશિષ્ટ ક્રિયા કરવાનું બળ પણ નથી. પરંતુ તારી પાસે એકાગ્ર ચિત્તનું ધ્યાન બળ તે જરૂર છે. ગમે તેટલી માંદગીમાંય તું એક ચિત્ત રે અને તેના ઉપાયને વિચાર તે કરી જ શકે છે. આ ચિત્તનું બળ દેવાધિદેવના ધ્યાનમાં જોડી દે. ભલે બીજું કંઈ ના બને. પણ, જે શુભ ધ્યાન રૂ૫ શ્રેષ્ઠ ધર્મની આરાધનામાં તું લાગી પડે (દુષ્કૃતેની) નહીં કરવા લાગે અને સુકૃતના અનમેદનમાં એક્તાન બની જાય તે મને લાગે છે કે તારી માંદગી પણ આશીર્વાદરૂપ બની જાય. મનને જરાક મજબૂત કર, આવેલી ધર્મ સાધનાની તકને સાધી લે તારું કામ થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy