________________
૨૫૩
(૧૦) વહેલે ઉઠી આમા, તું ધ્યાન જ ધરજે, દશમા વ્રતની વાત, તું હૈયે ધરજે, ઘણું દ્રવ્ય નવિ ધારીયે, સ્મૃધ્ધિ નવિ થઈએ, સાધુ-સાધવીને વાંદવા, દિન પ્રત્યે જઈએ. એવું જાણી પ્રાણીયા, ઘણું દ્રવ્ય નવિ ધારીયે; પ્રકાશસિંહ વાણું વદે, (કે) ઈન્દ્રીયને રસ ગાળીએ.
(૧૧) પષધ કીજે ભાવશું, આતમ વશ રાખી, જીમ કીધા દશ શ્રાવકે, સૂત્રને સાખી, જતન કીજે જીવની, સુક્ષ્મ ને બાદર, ધ્યાન ધરે નવકારનું, એવું વ્રત આદર. કેધ, માન, માયા તજી, સમતાને રસ પીજીએ; પ્રકાશસિંહ વાણુ વગે. એહવા પૌષધ કીજીએ.
(૧૨) હવે કહું વ્રત બારમું, સુણ ઉત્તમ પ્રાણી જમવા વેળા આતમા, ચિંતવણું આણુંઃ જે આવે મુનિરાજ, પંચ મહાવ્રત ધારી, દેષ રહિત દઉ દાન, હૈડે હ વધારી, દ્વાદશ વ્રત શ્રાવક તણાં, શુદ્ધ સમક્તિથી જે પાળશે. પ્રકાશસિંહ વાણી વદે (તે) મુક્તિપુરીમાં મહાલશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org