________________
૨૩૫
અંત સમયની ભાવના
પ્રભુ આટલું મને આજે, આયુષ્યની છેલ્લી ઘડી, ના રહે મને કઈ બંધન, માયાતણું છેલ્લી ઘડી. મરણ પથારી પાસ સ્વજને ને સંબંધી હો ભલે, જોયા કરે આ દેહને પણ ચિત્ત મારું નવ ચલે. મારી નજર મીઠી ફરે માગે ક્ષમા સહુ જીવની પ્રભુ આપજે માફી મને, ન્હાની મોટી મુજ ભૂલની સહેવાય ના મારા થકી એવી પીડા કદી ઉપડે, તે છોડીને હાજર થજે તું તેજસ્વી રૂપી મુખડે, છેલ્લી કસોટી આકરી પ્રભુ મુંઝવે સહુને ઘણું, કૃપા કરીને તારજે મને ભક્તજન તારે ગણે. તે ભક્તિદાન આપી કહ્યું સહેજે હવે નિર્ભય બની, વચન આપ્યું છે તે મને તે પાળજે પ્રભુ હેતથી. દિવસ ત્રણ બાકી રહે ભગવાન ! ત્યારે આપજે, દેહત્યાગના સમયનું ને. દિનનું તું જ્ઞાન મને, જેથી મંગલ હેતુએ હું લીન થઈને કરી શકું, ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું દિવ્ય જતિ સ્વરૂપનું. શરીર બહુ નિર્બળ બને ને શ્વાસ છેલ્લા સંચરે. વેળા એવી તું આપજે ના હોઈ અગવડ કોઈને. પ્રભુ આટલું મને આપજે તું આયુની છેલ્લી પળે શાંતિ સમતા સ્થિરતા મને આવીદે સહેજે મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org